________________
સર્વોદયની કેળવણી” (લે. આચાર્ય કૃપલાની; અનુ. ગોપાળદાસ જીવાભાઈ પટેલ.]
વધયોજના ઈ. સ. ૧૯૩૭-૮માં જન્મ પામી. તે જ અરસામાં પ્રસિદ્ધ થયેલું આચાર્યશ્રી કૃપલાનીજીનું આ પુસ્તક ગુજરાતીમાં ઉતાર્યું છે.
રાષ્ટ્રની શિક્ષણપ્રથા રચવાનું કામ પારકી મા પાસે કાન વીંધવાનું કામ નથી. રાષ્ટ્રના સાચા ધાવણ વડે જ ઘડાય એવું ખુદ શરીર જ એ તો છે. રાષ્ટ્રનું શિક્ષણ એ બાહ્ય કઈ શણગાર નથી; એ તો રાષ્ટ્રને આત્મા ઘડતી તાકાત છે. એ સમજથી ઉપરનું વિધાન કરવામાં આવ્યું છે. પરંતુ આ વાત અહીં લગાવવાનું છોડવું જોઈએ.
૧૯૪રના વચગાળામાં વર્ધા-યોજના પણ રાજકારણમાં ખપી અને ખોરવાઈ ગઈ. એટલું કબૂલ કરવું જોઈએ કે, સારજંટ જનાએ, તેને સદંતર ત્યાગ થઈ જાત. તેમાંથી તેને નામથી પણ બચાવી રાખી. આજે પાછો એના અમલને વિચાર બીજે ભવે ઉપર આવે છે. તે વખતે, તે યોજનાના હાર્દને પામી ગયેલા આ૦ કૃપલાનીજી જેવા પરમ દેશભક્ત અને વિદ્વાનની લખેલી આ ચોપડી સુયોગસર બહાર પડે છે. ગુજરાતી અધ્યાપન મંદિરોમાં આ યોજના પ્રમાણે શિક્ષણ અપાશે. તેમને આ ચોપડી મદદગાર થઈ પડશે. અનુવાદકે અંતે ટિપણે ઉમેરવા દ્વારા ચાપડીની લાયકાતમાં સંગીન ઉમેશ કર્યો છે. તેમાં વાચકને યુરોપના કેટલાક મહાન કેળવણીકારેનો આછો પણ મુદ્દાસર પરિચય મળશે, જે ગાંધીજીની યોજનાના સિદ્ધાંત સમજવામાં સરળતા કરી શકે. ગાંધીજીની આ નવીન યોજના કેવળ શિક્ષણ-પદ્ધતિ જ નથી; તે કેવળ અમુક કે તમુક અભ્યાસક્રમ પણ નથી; તે તે સમાજના શિશિક્ષુ વર્ગને માટે, સર્વોદયી દષ્ટિએ કામ કરવા માગતા સમાજે, અને તેના સર્વાગીણ વિકાસને અર્થો, શું કરવું એને વિચાર છે. એમાં ગાંધીજીની સામાજિક “યુટેપિયાની ભૂમિકા રહેલી છે; અને એ ભૂમિકામાં સમાજે તેના શિશિક્ષુ વર્ગને કેમ તાલીમ આપવી જાઈએ, એને એ સિદ્ધાંત છે. તેથી જ આચાર્યજી ગાંધીજીની જીવન-દષ્ટિ અને ફિલસૂફી આ પુસ્તકમાં લાંબાણથી ચર્ચે છે. નવી શિક્ષણ
૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org