________________
એક ઝલક પહોંચી ગયા. સરદારે ગુજરાતનું કામ સંભાળી લઈ ગાંધીજીને દેશના વ્યાપક ક્ષેત્રને માટે નવરાશ કરી આપી. ગાંધીજીનાં બધાં કામોને સંભાળવાં ને જોગવવાં, એ સરદારનું સહજ કાર્ય બની ગયું.
આ કામમાં પડેલાં નાનાં મોટાં બધાં ભાઈબહેનના બહોળા કુટુંબના તે એક આHજન બન્યા. આ કામ કરવાને માટે તેમણે ગુજરાત પ્રતિક સમિતિને વાળી અને એની સાથે તે સમિતિ પણ વધી અને ગુજરાતની પ્રમુખ પ્રજાકીય સંસ્થા બની. નાનાં મોટાં બધાં સેવાકાર્યો આ સંસ્થાની પાંખ તળે રહી હુંફ મેળવતાં થયાં. આથી ગુજરાતમાં એક સર્વસમન્વિત ઢબે સમગ્ર રચનાકાર્યક્રમ કરવા માટેનું તંત્ર ઊભું થઈ શક્યું. રચનાકાર્યો મારફત પ્રજાશરીરની તાકાત બાંધી શકાય અને તેનું હીર પ્રગટ કરી શકાય, એ પ્રકારની ખાતરી ગુજરાત દેશને આપી શકહ્યું, તે શ્રી વલ્લભભાઈની આ સંગઠન શકિત અને કુટુંબભાવથી કામ કરવાની રીતને આભારી છે. આથી કરીને, જેમ કામ થયું તેમ જ તે કરનારા પણ જાગતા ગયા, અને ઉપરની પદ્ધતિને પ્રતાપે તેઓ જામ્યા અને સહેજે એકજુથ બન્યા.
પણ આ બધામાં એક મોટી શરત હતી. તેને જે ન સમજે, તે સરદારને નહીં સમજી શકે. એ હતી સ્વરાજની. રચનાત્મક કાર્યક્રમનાં બધાં કામ કરવા જેવાં છે; તેમાં ભારોભાર દરિદ્રનારાયણની સેવા રહેલી છે, દયા રહેલી છે, રાષ્ટ્રપ્રેમ રહેલો છે. પરંતુ તેની પાછળની દૃષ્ટિ રામકૃષ્ણ મિશન જેવી કેવળ આધ્યાત્મિક, કે ભારત સેવક સમાજ જેવી કેવળ સામાજિક સુધારણાની નહીં, પરંતુ સ્વરાજ મેળવવાને માટે આત્મશુદ્ધિ કરીને પ્રજાને સ્વાવલંબી ને બળવાન કરવાની હતી. જે કાર્ય કે તેને કરનાર વ્યક્તિ કે સંરથા ગાંધીજીના મૂળ મંત્રના આ કીલકને ન સમજે, અથવા તો તેને સંભાળીને પોતાનું કામ ન કરે, તેને સરદારની નજરમાં સ્થાન ન મળી શકે.
સરકાર પોતાની નથી; તે છતાં આપબળે પ્રજા પોતાનાં કામ કરી શકે, – આ વસ્તુ સરદારે રચનાકાર્ય દ્વારા કરી બતાવી. તેમ કરવા માટે ગુજરાતને માટે બધી જોગવાઈ રાખવામાં તેમણે મણ ન રાખી, કે જેથી કાર્ય કરનારાઓને વિમાસણ વેઠવી ન પડે. નાનાંમોટાં રચનાકાર્યોમાં પરોવાઈ જઈને મંડળે રહેનારા કેટલાક કાર્યકર્તાઓ સરદારની આ મુળ દષ્ટિ જોઈએ તેટલી પામી નહોતા ગયા. આથી કેટલાક એમેય માનતા કે, સરદારને ગાંધીજીની રચના-કામે ગમતાં નથી. છેલ્લે છેલ્લે દેશમાં કેટલાકે તો એટલે સુધી કહેવા માંડ્યું કે, સરદાર તો હવે ગાંધીજીનાં કામો સામે જોતા નથી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org