________________
એક ઝલક
૧૩૯
રહેલું એમનું માતૃહૃદય જોઈએ તે એક જ ઉદ્ગાર નીકળે છે, ધન્ય છે એ માતાને કે જેણે બાળકો પર સાચો પ્રેમ કરવા એમાં જ એનું શિક્ષણ છે એમ બતાવ્યું; પણ એ પ્રેમ કરવાની રીત શાસ્ર-શુદ્ધ હાવી જેઈએ અને તે આ છે, કે જે મૅડમ મૉન્ટેસોરી લાકોને જીવનભર સમજાવવા માં. એમના કાર્યના સારભાગ જગતમાં અમર રહેશે.
છેવટમાં એક વસ્તુ આપણે યાદ રાખવા જેવી તે એમને માતૃભાષાપ્રેમ. તે પોતાની ભાષા ઈટાલિયનમાં જ બાલતાં, જગતભરમાં કામ કરતાં છતાં એમાં એમણે ન વાંધા જોયા કે ન મુશ્કેલી માની, હિંદમાં આજે આ વસ્તુ આપણા સાંસ્કૃતિક અને લેાકશાહી વિકાસને માટે ખાસ વિચારવા જેવી છે.
મૅડમ મૉન્ટેસોરી ભાષા વિષેનું આ સત્ય બાળ-માનસના એમના મોલિક અભ્યાસમાંથી પામ્યાં હશે, એમ માનું છું. મનુષ્યને માટે તેની ભાષા પણ એ એક માતા જ છે, કેમ કે તે દ્વારા એ શબ્દબ્રહ્મમાં જન્મે છે. મૅડમનો માતૃપ્રેમ આપણે માટે ભારે બોધપાઠરૂપ ગણાય. ૨૩-૫–’૫૨
પ્રેા. હેરલ્ડ લાકી
૫૬ વર્ષની નાની વયે આ નામાંકિત અંગ્રેજ અધ્યાપક ગયા મહિનાના અંત ભાગમાં ગુજરી ગયાની ખબર વાંચી દિલગીરી થાય છે.
આ અધ્યાપક જબરા માનવતાભક્ત હતા. પછાત પીડિત દબાયેલી પ્રજાના એ ખેરખાં હતા; અચૂક એમની તરફેણમાં એ પાતાના અવાજ ઉઠાવતા. અને તેમના અવાજમાં નિષ્ઠા અને શ્રદ્ધાનું જોર હાઈ, જગત તેને સાંભળતું હતું.
એ હિંદના મિત્ર હતા. હિંદને સ્વતંત્રતા મળે એ સારુ આ અધ્યાપકે વિલાયતમાં રહીને સારું પ્રચારકાર્ય કર્યું હતું. તે લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિકસમાં એક પેઢીથી કામ કરતા. તે અગાઉ તેમણે અમેરિકાની તથા બીજી યુનિવર્સિટીઓમાં કામ કર્યું હતું. તેમની પાસે અનેક હિંદી નવજુવાના ભણીને આ દેશમાં આવ્યા છે. તે બધાએ પેાતાના આ ગુરુજનના જવાના શેક ખરા દિલના શબ્દોથી બતાવ્યા છે.
તેમના ખાસ વિષય રાજ્યશાસ્ત્ર હતા. એમાં એમણે મૌલિક કામ કરી બતાવ્યું છે. તે વિષય ઉપર એમણે અનેક ગ્રંથો લખ્યા છે. એમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org