________________
આશા અને ધીરજ
૨૪૭, દે તેવા બનાવે, કબર અને કફનમાં દફનાઈ મૃત્યુમુખમાંથી પાછાં ફરેલાં પા, આ બધું વાચકના મનને એવું તો જકડી લે છે કે, પુસ્તક પૂરું કર્યા સિવાય તે તેને છોડી શકતા નથી. વાર્તાને અંતે લેખક એ સિદ્ધ કરવા કોશિશ કરે છે કે, વેરની વસૂલાત કે દુષ્ટોનું દમન એ માનવનું કામ નથી, એ તે ઈશ્વરનું કાર્ય છે. અને તે તેના ઉપર છોડવામાં જ માનવસમાજનું કલ્યાણ છે, અને કાર્યની સિદ્ધિ, – ભલે પછી તે વેરની વસૂલાત છે, આત્મન્નિતિ છે. દુઃખમુક્તિ છે કે સુખપ્રાપ્તિ ગમે તે હો, – પણ તે એકાએક મળતી નથી. સિદ્ધિ માટે આશા અને ધીરજ રાખવી એમાં જ માનવનું શાણપણ છે.
આવી રોમાંચકારી કથાને સંક્ષેપ કરી અનુવાદકે ગુજરાતી ભાષાની અને તેના વાચકોની અનન્ય સેવા બજાવી છે. ડૂમા જેવાને પ્રતિભાપ્રવાહ પિતાના મસ્તકમાં ઝીલી, તેને સ્વભાષામાં ફેલાવવાનું ભગીરથ કામ તેમણે કરી બતાવ્યું છે. અનુવાદની શૈલી સરલ અને ભાવવાહી છે. સંક્ષેપ એવી કુશળતાથી કર્યો છે કે ક્યાંય ગાબડું કે સાંધા માલૂમ પડતા નથી. પ્રત્યેક પ્રકરણનું ઉચિત નામાભિધાન અનુવાદની વિશિષ્ટતા છે.
મૂળ લેખકે પોતાની નવલકથાનું નામ “કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટા' આપ્યું છે. અનુવાદકે એના નાયકના અંતિમ શબ્દો (કે જે શબ્દોથી વ્યક્ત થત ભાવ આખી કથામા અંત:સ્ત્રોત તરીકે વહ્યા કરે છે તે) “આશા અને ધીરજ” ઉપરથી આ અનુવાદનું નામ આપ્યું છે તે સાર્થક અને રસિક છે. “સત્યાગ્રહમાંથી)
નલિનકાન્ત પટેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org