________________
૨૫૪
એક ઝલક વા તર્ગના દુર્ગમાં, ગેર્વેના સાણસામાં સપડાયેલ લાતેનાક ભેદી ભેાંયરા વાટે નાસી છૂટે છે. ત્યારે તેને બહાદુર પણ વિકરાળ નાયક ઈમેનસ, પ્રજપક્ષની સેનાએ દત્તક લીધેલાં ત્રણ બાળકો, જેમને લાતેનાકે બાન તરીકે બંદીવાન રાખેલાં, તેમને દુર્ગમાં પૂરી આગ ચાંપે છે. નાસી છૂટેલ લાતેનાક, દૂરથી આગની જવાળાઓ એ નિર્દોષ બાળકોને ભરખી જવા લાંબાતી જુએ છે. આ ક્ષણે ખડક સમા રૂક્ષ અને નિષ્ઠુર લાતેનાકના દિલમાં માનવદયાનું ઝરણું વહેવા માંડે છે. આગ અને ગિરફતારીની પરવા કર્યા સિવાય ભોંયરામાર્ગે કિલામાં પાછો ફરી ત્રણે બાળકોને તે બચાવે છે. પરંતુ બંદીવાન બને છે. બીજે દિવસે તેને વધ કરવાનો હોય છે. પરંતુ લાતેનાકમાં સ્કુલ માનવતાનું ઝરણું ગોવે ને ભીંજવે છે અને તેને વરાગ્નિ બુઝાય છે. રાતના શૂનકારમાં ગોર્વે, લાતેનાકને ભગાડી પોતે ત્યાં પુરાય છે. આ દુકૃત્ય માટે, સિમુદું જે પૂર્વાશ્રમમાં પાદરી અને ગોવેને શિક્ષક હતા, પણ અત્યારે કોર્ટમાર્શલને પ્રમુખ છે, તે ગોવૈની ડેક ઉપર ગિલોનીનનું પાસિવું પડે છે, તે જ ક્ષણે સિમુર્દે ગોળીથી પોતાની જાતને વધી ગો સાથે પરલોકગમન કરે છે.
આદિથી અંત સુધી, કથાવસ્તુ, ક્રમશ: પણ કડીબદ્ધ અને સચોટપણે વણાતું અને વિકસતું જાય છે અને વાર્તાના છેલ્લે પાને તેની પરિપૂર્ણતાએ પહેચી વિરમી જાય છે.
કથાનાં નાનાં પણ જીવન્ત અને જોરદાર પાત્રો – હામાલ, ભિખારી તેલમાર્શ, ત્રણ બાળકો અને તેમની માતા ફલેશાર્દ – વાર્તાની ગૂંથણીમાં અતિ અગત્યનો ભાગ ભજવે છે.
માનવતા, સમાનતા અને સ્વાતંત્રયના ઉચ્ચ આદર્શમાંથી ઉદ્દભવેલી ફ્રેન્ચ ક્રાંતિ, વૈર અને હિંસાના કુત્સિત પંકિલ માર્ગે ખૂપી પડેલી. લેખક અહીં ક્રાંતિના ઊર્વીકરણને તેની દૂષણમુકિતનો નિર્દેશ કરે છે.
અનુવાદક, તેમની યોગ્ય શબ્દપસંદગી અને સરળ ભાવનાશીલ શૈલીને લઈ, લેખકની પ્રતિમાને આબેહૂબ રીતે ગુજરાતી ભાષામાં ઉતારી શક્યા છે. સત્યાગ્રહમાંથી]
નલિનકાંત પુ. પટેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org