________________
ચરાતરના ધરતીપુત્રો
“ ચરોતરના ધરતીપુત્રો શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને શ્રી. પુ॰ છે॰ પટેલ ગાંધીજીની હાકલને માન આપી ગૂજરાત વિદ્યાપીઠમાં બેઠા. કુશાગ્ર બુદ્ધિશક્તિ, અપ્રતિમ નિર્ભયતા, પ્રખર દેશભક્તિ જેવા દુર્લભ ગુણાથી વિભૂષિત હોવા છતાં આજીવન સેવાવ્રતધારી અનુપમ સાહિત્ય-સેવા બજાવી છે. ગુજરાતના આ પનેતા પુત્રો માટે ગુજરાતી વાચકો ગૌરવ અનુભવે છે.
-
ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ ’– ગુને અને સજા પુસ્તકને ઉપેદ્ઘાત લખવાને નિમિત્તે ડસ્ટયેસ્કીની આ ઉમદા — વિરંજીવ કથાનું ચિંતન-મનન કરવાની જે અમૂલ્ય તક શ્રી. ખુ૦ છે૦ પટેલે પૂરી પાડી, તે માટે તેમને, શ્રી. ગોપાળદાસ પટેલને તથા પરિવાર સંસ્થાના આભાર માનું છું. તથા આ અમર કથા સર્જીને આપણને કાયમના ઋણી બનાવનાર મૂળ લેખક ડસ્ટયેસ્કીને અદબ-પૂર્વક મારા પ્રણામ પાઠવી નમ્ર અંજલિ આપું છું.” -નિરજન વામનરાવ ધાળક્રિયા
તા. ૧૦-૩-૧૯૭૫
‘શ્રી યોગવાસિષ્ઠ’
(અદ્વૈતને લાયથ )
['શ્રી યોગવસિષ્ઠ': સંપા૦ ગોપાળદાસ જીવાભાઈ પટેલ
યોગવાસિષ્ઠ ગ્રંથ એક લેાકગ્રંથ છે; પંડિતાની તાર્કિક ઢબે નહીં, પણ લોકપ્રિય કળાકીય ઢબે તે પેાતાનું કામ કરે છે. અને એમાં એની ખાસિયત હોય તે એ છે કે, તે હિંદુ દર્શનના પરમ તત્ત્વના નિરૂપણ-ગ્રંથ છે. તેથી, જે જ્ઞાન માત્ર તાર્કિકો કે ફિલસૂફે તેમનાં ખાસ મંડળેાની ગુફામાં બેઠા બેઠા • ઘટપટ’કર્યા કરે એમ મનાય, તેને આ ગ્રંથ લેકામાં એક સામાન્ય સંસ્કાર રૂપે ફેલાવી દેવાને પ્રયત્ન કરે છે. અને લાકકેળવણીની આ અઘરી કામગીરીમાં તે ગ્રંથ નથી ફાવ્યા, એમ કહી શકાય ખરું? શ્રી. ગોપાળદાસે એમના ઉપાઘાતમાં યોગવાસિષ્ઠની સૌકાંજૂની લોકપ્રિયતા અને લોકમાનસ ઉપર પડેલા તેના પ્રભાવ બાબત કહ્યું જ છે, એ તરફ જોવાથી બસ થશે. મને લાગે છે કે, આપણા આધુનિક યુગ લોક-કેળવણી સાધવાની આ આપણી પ્રાચીન હથેાટી ખાઈ બેટી છે, એ નિર્ભેળ સારું થયું છે એમ નથી. અસ્તુ,”
૨૫૬
65
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org