________________
દૈવી શક્તિના ઉપાસકા
“ મગનભાઈ દેસાઈ અને ગોપાળદાસ પટેલ – એ નામ સાંભળતાં જ મારી હૃદય-વીણાના બધા તાર ઝણઝણી ઊઠે છે. જાણે વસંત ઋતુ બેસી ગઈ અને હજારી ફૂલાને વરસાદ વરસ્યો. આ બંને સાધકો અને તેમની સાહિત્ય-સેવાથી હું સારી પેઠે પ્રભાવિત થયો છું. શ્રી. ગોપાળદાસનાં પુસ્તકોની તા મને મસ્તી જ ચડી છે. તેમાંય • લાફિંગ-મૅન ની તા મૈં ભાઈ પુ છે પટેલ પાસે વારંવાર માગણી કરેલી. આ અનુવાદ ગોપાળદાસ પાસે તરતાતરત કરાવી પુસ્તક મારા હાથમાં શ્રી. પુરુ છે પટેલે મૂકયું. મારી ખુશીને પાર ન રહ્યો. જેને અનુવાદ કરતાં મને બે વરસ લાગત. તે ગોપાલદાસે એક મહિનાર્મા ફટોફટ કરી દીધા. આવી દૈવી શક્તિ મગનભાઈ અને ગોપાળદાસ સિવાય તમને બીજે કર્યાય નહિ મળે. જે તરસ્યા છે, તથા જેને પેાતાની તરસ બુઝાવવાની આતુરતા છે, તેમને માટે અમૃત-પાન
તે
કરાવવા સદા તત્પર રહેતા.”
હ્યુગોની મશહૂર નવલકથાઓમાં આ નવલકથા પેાતાની આગવી ભાત પાડે છે. એને વાર્તાપ્રવાહ જેવા જોશીલે છે, તેવું જ તેનું નિરૂપણ વેધક છે. મગનભાઈ અને ગોપાળદાસની નિર્મળ સાહિત્ય-સેવા આગળ તે મારું મસ્તક જ નમી પડે છે. આ બંને પુરુષનું મારા પર અને ગુજરાતી ભાષા પર મેટું ઋણ છે.
39
68
દરિદ્રનારાયણમાં શક્તિ પ્રગટાવવાનું કા
66
શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને શ્રી. પુ છે પટેલનું સૌથી મોટું કાર્ય ગુજરાતના દરિદ્રનારાયણમાં પ્રેમ-શૌર્ય અને શક્તિ પ્રગટાવવાનું છે. સમાનતા, બંધુતા અને માનવપ્રેમના પાયા પર નવા સમાજ રચાય, તે માટે એ તૈયાર થાય, એવી શક્તિ તેનામાં પૂરવા માટે આ સાહિત્યસેવકા વિશ્વ સાહિત્યની સુંદર કૃતિ માતૃભાષામાં ઉતારે છે. વિશ્વ-સાહિત્યની કેટલીક ઉત્તમામ કૃતિ ગુજરાતીમાં ઉતારવાનું કામ ઉપાડીને શ્રી. ગોપાળદાસ પટેલે એક ઉપયેગી સાહસ હાથ ધર્યું છે. તેમને અને તેમની સંસ્થાને મારાં કોટી કોટી અભિનંદન,’
તા. ૬-૧૨-૧૯૬૬
– વજુભાઈ શાહ
Jain Education International
- મણિભાઈ ભગવાનજી દેસાઈ
૨૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org