________________
૨૫૦
શ્રી યોગવાસિષ્ઠ
ગીતા કૃષ્ણ-અર્જુનને સંવાદ છે. કૃષ્ણ અવતારી પુરુષ છે, તે ગુરુસ્થાને છે; અને તેમને સખા અને શિષ્ય છે. યોગવાસિષ્ઠ પણ રામ અને વસિષ્ઠનો સંવાદ છે. રામ અવતારી પુરુષ છે. પણ તે શિષ્યભાવે પોતાના કુળગુરુ વસિષ્ઠજી પાસે જાય છે. ગીતાના પ્રચલિત નામમાં “ગ” શબ્દ ભલે નથી આવતો, પરંતુ તે યોગશાસ્ત્ર વિષે જ કાવ્ય દ્વારા નિરૂપણ કરે છે, એમ તેની દરેક અધ્યાયને અને આવતી પ્રતિજ્ઞા પરથી સ્પષ્ટ કહે છે કે, તે વસિષ્ઠ ષિએ નિરૂપેલો કે સંબોધેલો યોગ છે.”
“ગવાસિષ્ઠકાર રામચંદ્રની દ્રજિજ્ઞાસાને બીજરૂપે લે છે રામચંદ્ર બુદ્ધ પેઠે પરમ વૈરાગ્યને પામ્યા છે. આ અસાર સંસારમાં કશું પ્રયોજન કે હેતુમરા તેમને જણાતી નથી. તેથી બુદ્ધ પેઠે તે સંકલ્પ કરે છે કે, યા તે હું આ અસારતામાંથી વિશ્રાંતિ કે મુક્તિ મેળવવાની યુક્તિ બાળીશ. નહીં તો અન્નજળ તજી દેહ છે ડીશ.”
અજન અને રામની આ દશામાં વિષાદનું તત્વ લગભગ એકસરખું હોવા છતાં, બેઉના અધિકાર પરત્વે, તેમાં જરા ભેદ આવી રહે છે; તે ધ્યાન પર લેવાથી ગીતા - યોગવસિષ્ઠના વસ્તુમાં જે એક નજરે તરી આવે એ ભેદ છે તે જણાશે. અર્જુન સ્વધર્મભ્રષ્ટ થઈ સાવ અ-કર્મ થવા તત્પર થયો છે; પ્રત્યક્ષ જીવનમાંથી ભાગવામાં જાણે શાંતિ હેય, એવી. નકારાવાચક સ્થિતિને તે ભાગ બને છે. રામચંદ્રની દશા આવી નથી. જગતનાં દુ:ખે અને માનવદશાના વિચારમાંથી તે અન પેઠે તમરાજસિક નહીં, પણ બુદ્ધ પેઠે સાત્વિક વૈરાગ્યને પામે છે. તેથી જ એકને મુખ્યત્વે કર્મ-અકર્મને પ્રશ્ન ઊઠે છે; બીજાને તત્વજિજ્ઞાને પ્રશ્ન ઊઠે છે.”
આ ભેદ એક ઉપમા આપીને બતાવી શકાય. ગાડીને ઘોડે પૂરપાટ દેડ દોડતે અચાનક અટકે અને આગળ જવા આખું શરીર તરવરતાં છતાં જઈ ન શકે, ને ઊભા ઊભો વિહવળતાથી કંપ્યા કરે ને સંતાપે, તેવી દશા અર્જુનની છે. રામને ઘોડે એમ પુરપાટ દોડતો થંભ્યો નથી. તે તે ચાલતા ચાલતા જાણે ટાઢો પડતો ગયો ને આપોઆપ અમુક વખતે જઈને સહેજે થોભી ગયો. તેને આગળ ચાલવાનું પ્રયોજન દેખાતું નથી, ને તેથી જાણે તે વિચારવા ઘડીભર થોભે છે. પરંતુ અર્જુનની આગળ તે સંમેહની ભત આવતાં તેના ઘોડા ભડકીને થંભે છે, શ્રી કૃષ્ણ એ ભીંતને તોડી આપી, પાછા ઘોડા દોડતા કરે છે. વિચારવા માટે થોભી ગયેલા રામ ચંદ્રને તેમના વિચારવામાં મદદ રૂપે વસિષ્ઠજી આવે છે અને કહે છે કે, “નિષ્ણજન એ૦–૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org