________________
એક ઝલક
સ્પર
કરવામાં આવ્યું છે. રસની દૃષ્ટિએ તથા પ્રવાહિતાની દૃષ્ટિએ આ સંક્ષેપ વેગીલા, રોચક અને લહેજતદાર થયા છે. સંક્ષેપમાં મૂળ લેખકની શૈલી તથા મજેદાર પાત્રનિરૂપણ બરાબર જળવાઈ રહે છે. અનુવાદની શૈલી સરળ આહ્લાદક અને ભાવવાહી છે.
-
******
શ્રી. મગનભાઈ દેસાઈની “સામાજિક ભંગારની કથા" નામક પ્રસ્તાવનામાં ડિકન્સની કથાનું, તેની પાર્શ્વ અને પશ્ચાદ્ ભૂમિકાનું, પાàાનું, પ્રસંગોનું, મૂળ લેખકના હૃદયના ભાવા વગેરેનું પૃથક્કરણ, સમીકરણ, નિરૂપણ અને આગવું તારણ આપેલું છે. તે જણાવે છે કે, “એક ગૃહસ્થના જીવનની મૂળ ઘટના જે પ્રશ્નો પેદા કરે છે, તે આ નવલકથાનું સ્થાનક છે . દરેક સમાજમાં, — તેની જેવી રૂઢિ, રીતિ, ને રિવાજ હોય તે મુજબ, તેના ઘસારા કે ભંગાર પેઠે પડયા કરતાં, રોઝ – ઑલિવર-એડવર્ડ ઇ૦ જેવાં દયાજનક અનાથ પાત્રા પેદા થાય જ ...... દરેક નાગરિકે પેાતાના દુ:ખી સમાજબંધુને બનતી મદદ કરવી, એ તે સાચા માનવસમાજને પાયા છે, એની ઊણપ કે કચાશમાંથી જ સમાજના પેલા ભંગાર પડે છે... ગુનાની સામાજિક ગટરમાં આપણને લેખક લઈ જાય છે; પણ તેથી એની કથા ગટર-કથા નથી બનવા દેતા, એ પણ ઉત્તમ કલાકારનું લક્ષણ આ લેખક ધરાવે છે. વાસ્તવિકતાના ખાટા નામે,ગટર અને ગંદકીના કીડા ચીતરી ખાતી અત્યારની કથાઓ કેવળ અશ્લીલ અકલા છે, એમ આ કથા પરથી લાગ્યા વિના નથી રહેતું.”
આજે જ્યારે આપણે રાષ્ટ્રનું નવનિર્માણ કરવા બહાર પડયા છીએ, ત્યારે આવી વિશ્વકથાઓના અનુવાદો ખાસ જરૂરી બને છે. પુસ્તકનું છાપકામ સુઘડ અને સુંદર છે. પુસ્તકનું ‘વધારે આપે।'નું ઑલિવરનું મશહૂર ચિત્રમય રંગીન પૂંઠું તથા અંદર આપેલાં નવ સુરમ્ય ચિત્ર કથા સમજવામાં ઉપયોગી છે. તથા રાષ્ટ્રપિતાના સ્વભાષાની પ્રતિષ્ઠા, સ્વમાન અને સન્માનને દીવાદાંડી જેવા ગુજરાતી સાહિત્ય પરિષદના વ્યાખ્યાનના ફકરા પૂંઠા ઉપર સુંદર રીતે મૂકયો છે, તેથી સ્વભાષાને આખા કેસ કેટલા અગત્યને અને મજબૂત છે, તે વાચકને સ્પષ્ટ સમજાય છે. રાષ્ટ્રપિતાએ ડિકન્સ જેવાઓની આવી કૃતિઓ ગુજરાતી ભાષામાં ઉતારવા માટે સૌને આગ્રહ કર્યો છે તથા સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, “આપણે સાહિત્ય કોને માટે રચીશું? કસ્તુરભાઈ ઍન્ડ કંપની માટે, કે અંબાલાલભાઈ માટે કે સર ચિનુભાઈ માટે? એમની પાસે તા પૈસા છે; એટલે ગમે તેટલા સાહિત્યકારો રાખી શકે છે, ગમે તેટલાં પુસ્તકાલયા વસાવી શકે છે. પણ પેલા કોશિયાનું શું?. સાચી
Jain Education International
For Private & Personal Use Only
.....
www.jainelibrary.org