________________
કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટ
(બાળકો માટે) [સંપા મેપાળદાસ જીવાભાઈ પટેલ (એલેકઝાન્ડર ડૂમા)]
ફ્રાન્સના જોશીલા અને કલ્પનાશીલ લેખક ડૂમાની જગમશહુર નવલકથા “કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટોને, આ કિશોરભોગ્ય અનુવાદ પ્રસિદ્ધ કરી સંપાદકે અને પ્રકાશકે મેટ્રિક કક્ષાના કિશોરોની અનન્ય સેવા કરી છે.
ખૂબી એ થઈ છે કે, અબાલવૃદ્ધ અને બુધઅબુધ સર્વેને રૂચિકર થાય એવો આ અનુવાદ બન્યો છે.
વાચકની કુતૂહલ વૃત્તિને તથા અદૂભુત રસ પ્રત્યેની તેની અભિરૂચિને પોષે, તેની કલ્પનાને જગાડે, તેની વાચનભૂખ સતેજ કરે, અને સાથોસાથ તેને નિર્દોષ અને સંસ્કારી વાચનવસ્તુ પૂરું પાડે, તેવું આ પુસ્તક છે. મૂળ રોમાંચક કથાનું સત્વ અને મૂળ લેખકની પ્રતિભા આબેહુબ આ અનુવાદમાં ઊતર્યા છે. માનવજીવનને સ્પર્શતા અનેક ભાવોનું આમાં હુબહુ નિરૂપણ આવે છે. વેરની વસૂલાત, તૃષ્ણાની આગ, મહત્ત્વાકાંક્ષાનો વળગાડ, ધન અને કામની લોલુપતા, ભલાઈ, નેકદિલી, સ્વાર્પણ, શુદ્ધ પ્રેમ, એમ અનેક ગુણો અને દુર્ગુણે, જુદાં જુદાં પાત્રોમાં ભારેભાર જોવા મળે છે. પ્રારંભમાં ફાવી ગયેલા દુષ્ટોનો વિનાશ અને દુ:ખમાં તવાયેલ પર સરળ ઋજુ વ્યક્તિનો વિજય, એ આ કથાની ફલશ્રુતિ છે. લેખક, કથાનાયકને અંતે એ ભાન કરાવે છે કે, દુષ્ટોનું દમન કરવું એ માનવીનો નહિ ઈશ્વરનો હક છે. સત્યાગ્રહમાંથી]
નલિનકાંત પુલ પટેલ
૨૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org