________________
પ્રેમ-શૌર્યના રાહે યાને થ્રી મસ્કેટિયર્સ–૧ [સંપાગોપાળદાસ જીવાભાઈ પટેલ (એલેકઝાન્ડર ડૂમા)]
અલેકઝાન્ડર ડૂમા (૧૮૦૨–૧૮૭૦) યુરોપના ૧૯મા સૈકાનો, અદ્ભુત રસની કથાઓ અને સફળ નાટકો લખનાર એક્કો મશહૂર સાહિત્યસ્વામી ગણાય છે. એ લેખકે રાજદરબારી ભૂમિકામાં પ્રેમશૌર્યની અનાખી નવલકથાનું એક જૂથ લખેલું છે. આ “શ્રી મસ્કેટિયર્સ યાને પ્રેમ શૌર્યના રહે' તેમાંની પહેલી છે. લગભગ બે હજાર પાનની મૂળ વાર્તાને ટૂંકાવીને કરેલ આ સુંદર, સફળ ગુજરાતી સંક્ષેપ છે.
આ કથાનો મુખ્ય સૂર પ્રેમશૌર્ય છે. એ બંને બાબતોનું નિરૂપણ આ કથામાં એવી સુંદર રીતે કરવામાં આવ્યું છે, જેથી આ વાર્તા માત્ર વેવલા પ્રેમની કે ભીના શુંગારની કે ઐતિહાસિક અવશેની સૂકી મુડદાલ કથા બનવાને બદલે સ્વાભાવિક માનવ-સુલભ લાગણીથી ધબકતી જીવંત કથા બની છે. ઉંમર કે સ્થળ-કાળની કશી મર્યાદાના નડતર વિના આ કથા સૌ કેઈને રસતરબોળ કરી શકવાની તાકાત ધરાવે છે. ચાર બરકંદાજો ઍસ-પૉસ-ઑરેમીસ-
દાન તાજુબ કરી નાખે તેવાં રોમાંચક પરાક્રમો કરે છે. હજુ તો આ પુસ્તકમાં તેમનાં પરાક્રમની પાશેરામાં પહેલી જ પૂણી છે. આ ચાર પરાક્રમી મિત્રે તે હવે પછીનાં અનુસંધાનમાં જ વિશેષપણે ઝળકવાના છે, એમ દેખાઈ આવે છે.
બકિંગહામ અને રાણી એન, તથા દાતેં અને મૅડમ બેનાસિયની પ્રેમ-કથા સાચે જ રોમાંચકારી છે. બકિંગહામની કુરબાની પણ અદૂભુત છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ તેણે પોતાની પ્રેમ-જત બુઝાવા દીધી નથી. તે જ રીતે મૅડમ બોનાસિયન એકનિષ્ઠ પ્રેમ હૃદયને સ્પર્યા સિવાય રહેતો નથી. રાણી એને પોતાના પ્રેમી બકિંગહામને આપેલો જાકાર, તથા લેડીસાહેબાને કેદખાનામાં રહ્યાં રહ્યાં ફેલ્ટનને જે રીતે ફસાવ્યો એ બે પ્રસંગો વાચકનું વિશેષ ધ્યાન ખેંચે છે. જોકે લેડીસાહેબાને કરુણ અંજામ વાચકને પૂજાવી દે છે.
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org