________________
૨૪૬
એક ઝલક શસ્ત્રસજજ પોલીસ આવે છે. વૃદ્ધ પિતા અને મર્સિડીઝ આક્રંદ કરતાં રહે છે અને પોલીસ ડાન્ટને ન્યાયાસન પાસે ઉઠાવી જાય છે.
ક્રાંતિના યુગમાં રાજભક્તિ દાખવીને પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા ઝંખતા, ન્યાયખાતાના ઑફિસર વિલેફેર્ટ પાસે ડાન્ટને રજૂ કરવામાં આવે છે. રજુ થયેલ કાગળો ઉપરથી વિલેફોર્ટને માલુમ પડે છે કે, પોતાના પિતા પણ નેપોલિયનને પાછો સત્તા પર લાવવાના કાવતરામાં સંડોવાયેલા હતા! એટલે તે એ કાગળનો નાશ કરે છે. અને બીજી બાજુએ “તને છોડી મૂકવાને હુકમ કર્યો છે એવું ડાન્ટેને ભરમાવી, તેને કેદીઓના નરક સમા, ભૂમધ્યના કાળા પાણીના ટાપુ આંદામાન જેવા શેટો દઇફના કારાગારમાં આજીવન કેદી તરીકે ધકેલી દે છે.
કોટડીના અંધકાર અને એકલતામાં ડાન્ટનું જીગર અને જોમ ઓસરી જાય છે. જીવનના આલંબન સમે આશાવંતુ તૂટે છે, અને ધીરજ સુકાય છે. મરવાને વાંકે તે જીવે છે. ત્યાં જેલખાનાના નીરવ અંધકારમાં એકાએક ભૂગર્ભમાંથી – પાષાણી પેટાળમાંથી તેને કોકને ધ્વનિ સંભળાય છે, અને કેદી નં. ૨૭ વૃદ્ધ પાદરી ફેરિયાને ભેટો તેને થાય છે. ફેરિયા તેને ગુરુ બને છે. એને હવે અનુમાનથી જ્ઞાન થાય છે કે, ડાન્ટેના વિનાશનું મૂળ ડેવ્લર્સ, ફર્નાન્ડ અને વિલેફેર્ટ છે. અને ડાન્ટ વેરની વસૂલાતના ભીષણ શપથ લે છે.
ભૂમધ્ય સમુદ્રમાં એકલો અટૂલો નિર્જન મોન્ટેક્રિસ્ટો નામે ટાપુ છે. તેની કૂખમાં અખૂટ ખજાન ભંડારેલો હોય છે. ફેરિયા તેને હકદાર છે. પુત્ર સમા ડાન્ટેને ખજાનાનું જ્ઞાન અને દાન તે કરે છે, અને મૃત્યુ પામે છે. જેલર ખાતરી કરી, તેના શબનું પોટલું બંધાવી, રાત્રે તેને વગે કરવાને હુકમ કરી ચાલ્યો જાય છે. ડારે પિોટલામાં બાંધેલી લાશને છોડી, પિતાની કોટડીમાં સંતાડી, પિતે તે પિટલામાં પ્રવેશે છે. મધરાતે પહેરેગીરો આવી પિટલું ઉઠાવી, ટેકરી ઉપરથી સમુદ્રમાં ફેંકી દે છે. આ રીતે એડમન્ડ ડાન્ટ જેલમુકત થઈ મેન્ટેક્રિસ્ટો ટાપુ ઉપર પહોંચે છે. ધન કબજે કરી, તેના જોરે નવ વર્ષ સુધી અનેક વેશ ધારણ કરી, વેર લેવાની સંપૂર્ણ તૈયારી તે કરી લે છે. દુશમને તે વખતે અમીર ઉમરાવના પદે પહોંચી પૈરીસમાં રહેતા હોય છે. ડાન્ટ હવે કાઉન્ટ ઓફ મેન્ટેક્રિસ્ટો નામ ધારણ કરી પેરીસમાં આવે છે અને શત્રુઓને જેર કરે છે.
વાર્તા-વહેણને વેગ, વમળ વળાંકો, પ્રસંગનું વૈવિધ્ય અને વૈપુલ્ય, કલપના કુંઠિત કરી દે અને ક્ષણભર વિચારશક્તિ સ્તબ્ધ અને સ્થગિત કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org