________________
કાયદેઆઝમ ઝીણું સ્વરાજની પહેલી વરસગાંઠને દિવસે એક વિદ્યાર્થી-સભામાં મને બોલાવ્યો હતો. તે પર્વનું વિવેચન કરતાં એક એવી વાત મેં કહ્યું કે, એક રીતે જોતાં, પોતાની વાતમાં નિશ્ચય અને અડગતાની દષ્ટિએ જોઈએ તે ગાંધીજી, ચિલ, અને ઝીણા સરખા ઊતરે એવા દઢાગ્રહી ગણાય. સામ્રાજ્યસંગઠનમાં અંગ્રેજ જેવી કુશળ પ્રજા જગતમાં બીજી એકે નથી. તેની ચુંગલમાંથી હિદને છોડાવવો એ નાનુંસૂનું નિશ્ચયબળ નથી. એ બળ ગાંધીજીનું હતું, અને તે એટલું જબરું હતું કે, “ગાંધી એટલે આંધી' એમ એક પ્રાસયુક્ત શબ્દપ્રયોગ જ કોકે યોજી હતા. આવા પ્રચંડ વેગે જતા બળને બ્રેક મારવાને એવી જ જબરી શક્તિ જોઈએ. ચચલ અને ઝીણા ગાંધીજીના પ્રચંડ વેગયુક્ત કાર્યને બેકરૂપ હતા. તેમાં એ બે જણની કારકિર્દીનું મહત્વ આવી ગયું; તે તેની સાથે તેની ટીકા કે તારીફ પણ સમાય છે.
એ વાતને મહિનો માસ પૂરો નથી થયા, ત્યાં તા. ૧૨મી સપ્ટેમ્બરે પાકિસ્તાનથી ખબર આવે છે કે, હિંદના મુસલમાનના કાયદે આઝમ મહમદઅલી ઝીણા ગુજરી ગયા છે. તેની સાથે હિંદના છેલ્લા દોઢેક દસકાના ઇતિહાસને એક મોટે અંક પૂરે થાય છે. આ અંકના છેવટ વિષે કાયદેઆઝમ પિતે શું ધારતા હશે, એ તે હવે કોયડે જ રહેવાને.
એક એવું વિચાર આવે છે કે, ઝીણા સાહેબે અને શાંતિથી જીવ છેડથો હશે કે કેમ? આ પણ કહી શકાતું નથી. એમની તારીફ કરતાં કહેવામાં આવે છે કે, મોટામાં મોટા મુસ્લિમ રાજયને એમણે નિર્માણ કર્યું છે. કદ તથા વસ્તીમાં પાકિસ્તાન મોટામાં મોટું હશે. અને એ ઊભું થઈ શક્યું તેને માટે જે કંઈ એક વ્યક્તિની જવાબદારી જોવી હોય તો તે ઝીણા સાહેબ છે, એમાં પણ ભાગ્યે શંકા કરી શકાય.
અને આવડું મોટું રાજ્ય-સંપાદન ઝીણા સાહેબે એવું ઝપાટામાં કર્યું અને તે છોડીને ગયા કે, મને એ ઉપરથી પ્રાચીન ઇતિહાસની એક વાત યાદ આવી. કહે છે કે, મહમદ ગઝનીએ (?) પિતાના પરાક્રમથી પારાવાર સમૃદ્ધિ અને રાજ્યશી સંપાદન કરી; અંતે મરવાનું આવ્યું ત્યારે તેણે એવી
એ૦- ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org