________________
૨૧૩
“લક્ષમાં રાખવા જેવી પાંચ બાબતે” અને તે આપણી સાહિત્ય પરિષદ સામે જ છે, તેથી તે વધારે જબરો બને છે. જોડણીનું કાંઈ ધારણ જ નથી. એક જ શબ્દની ખરી ને બેટી બેઉ જોડણી જયારે હોય ત્યારે, તે ધારણને જ અભાવ બતાવે છે એમ ઠરે. આ પુસ્તકમાં ઘણું એવું જોવા મળે છે. વ્યાકરણની પણ ભૂલ નથી મળતી એવું નથી. આ દેય આવા પ્રકાશનને માટે અને આવા પ્રકાશકોને માટે તો અક્ષમ્ય જ છે.
(૨–૧૦-'૩૯] વિવેકાંજલિ'માંથી].
મગનભાઈ દેસાઈ
લક્ષમાં રાખવા જેવી પાંચ બાબતો લેસ્વર માંતીભાઈ અમીન; લેક સાહિત્ય પ્રકાશન મંડળ, પુષ્ય ૧લું; કિં એક આનો.)
સ્વ, મોતીભાઈ અમીનની, એમના જિંદગીભરના સેવ્ય એવા વિદ્યાર્થીવર્ગને છેલ્લી શીખ કે પિતાનું એમને માટેનું વસિયતનામું ગણાય, એવી આ લક્ષમાં રાખવા જેવી પાંચ બાબત છે. જે વર્ગમાં અને જે સંજોગોમાં સ્વર્ગસ્થ ઊછરીને કેળવણી લીધી, તેને પચાવી, તેમાંથી જનસેવાને પાક લણી દેખાડ્યો, તે બધાની સ્વર્ગસ્થ એક ફિલસૂફી જ બનાવી કાઢી હતી, એમ કહીએ તે ખોટું ન કહેવાય. આ પુસ્તિકા એ ફિલસૂફીનાં પાંચ મોતીરૂપ લેખાય.
આ ફિલસૂફી આપણા મધ્યમ વર્ગના જવાનના ઘડતરની અને સુખશાંતિ તથા યથાશક્ય સેવાજીવનની હતી. નીતિમત્તા અને જવાબદારીનું ભાન એનાં પ્રેરક બળ છે. કોઈ પણ રીતની ઉછાંછળી વૃત્તિ કે કાતિવૃત્તિ એ ફિલસૂફીને પસંદ નથી. અને મધ્યમવર્ગનું પણ એ જ એક મુખ્ય ગણાય એવું લક્ષણ નથી?
સ્વ૦ મોતીભાઈએ એ વર્ગના જવાનોને માટે જીવનભર ચિંતન, વિચારો અને તનતોડ મહેનત કર્યા છે. કુટુંબની જંજાળમાં પડેલા – અને મોટે ભાગે બધા એમાં પડેલા હોય, – એવા ઉત્સાહી યુવાને પોતાનાથી બનતી સેવા કરે, સામાજિક વૃત્તિ ખીલવે, અને તે પ્રમાણે સદાચાર ગોઠવીને ચાલે, એ સ્વ૦ શ્રી. મોતીભાઈની અમૂલ્ય શીખ સદાકાળ કામની રહેવાની.
સેવાને સારુ ભેખ લેનારા તે વિરલ જ રહેશે. એમને ઉત્તેજન આપવાનું ઓછું જ હોય છે. એવાને દેરવાની કે શીખ આપવાની વાતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org