________________
કેડિયાને આવકાર શ્રી. નાનાભાઈ ભટ્ટના તંત્રીપદે, ગ્રામદક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર તરફથી, કોડિયું' માસિક ઑગસ્ટની પહેલી તારીખે બહાર પડયું છે, એને અમે હૃદયપૂર્વક આવકાર આપીએ છીએ. શરૂમાં શ્રી. સ્વામી આનંદ ગુરુદેવ ટાગોરના “કોડિયાની ભાવના બતાવતા એક શ્લોકનો અનુવાદ મોકલેલો તે ટાંકયો છે. આ રહ્યો તે શ્લોક :
આથમતે રવિ પૂછે, “મારું
કાર્ય હવે આ કરશે કોણ? સુણી સૃષ્ટિ સૌ રહી સ્તબ્ધ ત્યાં
ચિત્ર સમાન બનીને મૌન. હતું કોડિયું ખૂણે, સળવળ્યું,
કહે વિનયથી જોડી હાથ – સુખે સિધાવે, કાર્ય બાવીશ
યથાશક્તિ હું, હે દિન-નાથ!” ખરું હિંદ એટલે ગામડાં; ત્યાં જ્ઞાનસૂર્ય આજે તે આથમે જ કહેવાય; અને શહેરોમાં જ્યાં ઊગ્યો મનાય છે, ત્યાં તે તેને માત્ર આભાસ જ છે. તે પ્રસંગે કેળવણીનું જ મુખ્ય કામ લઈને શ્રી. નાનાભાઈ “કોડિયું' શરૂ કરે છે. એમાં કેટલું ઔચિત્ય છે, તે બતાવવાની જરૂર નથી. રાષ્ટ્રની શિક્ષણપ્રથા વિષે બોલતાં, પેલે દિવસે અમદાવાદમાં, વડોદરા બી.ટી. કોલેજના શ્રી. મેનને અફસેસ કર્યો કે, “ગયાં ૧૫૦ વર્ષો, રાષ્ટ્રીય શિક્ષણપ્રથા ને પદ્ધતિ નિર્માણ કરવાની દષ્ટિએ, પરાગતિનાં નકામાં જેવાં ગયાં છે; હવે આપણે શિક્ષકોએ વેળાસર કામે લાગીને આપણી પ્રજાના માનસને ફાવે એવી પદ્ધતિ, પ્રયોગ કરીને મેળવી લેવી જોઈએ, નહીં તો “મૉન્ટેસોરી'; “ડૉલ્ટન” અને “પ્રોજેકટ' ઇ૦ પશ્ચિમી પદ્ધતિઓ – ફાવે ન ફાવે તોય – આપણા લોકને ગળે વળગાડમાં આવશે; આપણે તે બધા પરથી આપણને ગોઠે તેવું રૂપ શોધી લેવું જોઈએ.”
અમે આ નવા સહયોગીને પૂરી સફળતા ઇચ્છીએ છીએ. [ઑગસ્ટ, ૧૯૪૫] વિવેકાંજલિ'માંથી)
મગનભાઈ દેસાઈ
૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org