________________
અણમોલ રતને “શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ એ રાષ્ટ્રનાં અણમોલ રત્નો છે. તેઓ રગે રગે ક્રાન્તિકારી અને લોકસાહિત્યના ઉત્તમ સેવકો અને માતૃભાષાના ભારે મોટા હિમાયતી અને મોટા વિદ્વાન હતા. સેટેલાઈટ વિસ્તારમાં તેમની પવિત્ર સ્મૃતિમાં ગ્રંથાલયને મંગલ-પ્રારંભ થાય છે તેને મારા આશીર્વાદ છે.”
– કે. કા. શાસ્ત્રી
વિશ્વના સાહિત્ય-સમ્રાટેની પ્રસાદી વિશ્વના મહાન સાહિત્ય-સમ્રાટેની પ્રસાદી સીલસીલાબંધ શિષ્ટ, સરળ અને શુદ્ધ માતૃભાષા – ગુજરાતીમાં સુંદર છપાઈ, સચિત્ર અને ઉઠાવ સાથે આપીને ગુજરાતી વાચક પર શ્રી. ગોપાળદાસ પટેલ, શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. પુત્ર છે. પટેલે માટે જાદુ કર્યો છે. તે સૌને હૃદયના અભિનંદન ઘટે છે.”
-નવલભાઈ શાહ
ગાંધીવાદી રાષ્ટ્રીય કેળવણીકાર "શ્રી. મગનભાઈ દેસાઈ ઉચ્ચ પંક્તિના સાધક, મુમુક્ષુ અને ગાંધીવાદી કેળવણીકાર હતા. સત્યાગ્રહ પર એક અભ્યાસપૂર્ણ મહાનિબંધ [“સત્યાગ્રહની મર્યાદ”] તૈયાર કરીને ગુજરાત વિદ્યાપીઠ અને સત્યાગ્રહના જન્મદાતા પૂ૦ બાપુના હાથે એ વિદ્યાપીઠની સર્વોચ્ચ એવી પારંગત'ની પદવી મેળવનાર એ પહેલા વિદ્યાર્થી અને પક્કા ગાંધીવાદી હતા. જેમ જેમ રાષ્ટ્રીય કેળવણી વિષે હું વિચાર કરું છું, તેમ તેમ મને ૨૫ષ્ટ થતું જાય છે કે, વિદ્યાપીઠોને પજવી રહેલી ધાતો સુધારવા માટે શ્રી. મગનભાઈ દેસાઈ જેવા જ ઉપયોગી નીવડી શકે તેમ છે.
- ડૉ. સુશીલા નય્યર ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org