________________
ર૪
એક ઝલક આ પુસ્તકોનું હાર્દ છે પ્રેમશૌર્ય. એ શબ્દને આપણે ત્યાં ચલણી સિક્કાનું રૂપ આપ્યું આપણા વીર નર્મદે:
“ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમ-ભક્તિની રીત.
ઊંચી તુજ સુંદર જત, જય જય ગરવી ગુજરાત.” કવિઓને દષ્ટા પણ કહ્યા છે. નર્મદે ઉપરની પંક્તિઓ રચી તે પછી થોડા જ દાયકામાં ગુજરાતની સંતતિને, અરે ગુજરાતની જ નહિ, સારા ભારતની સંતતિને અને આગળ વધીને કહીએ તો દુનિયાના સંસ્કૃત મનાતા ખંડે તથા અંધારા પ્રદેશની સંતતિને પણ પ્રેમ અને શૌર્યના અનેખા પાઠ અનોખી રીતે પઢાવનાર અને એ અનેખી રીત બતાવનાર ગાંધી ગુજરાતમાંથી જ પાકશે અને ભારતમાતાની શૃંખલા એ જ તેડાવશે, એવું કોણે કહ્યું હતું?
“પૈસા ઘડુ”નું અળખામણું નામ પામેલા ગુજરાતમાંથી ત્રણ ગાંધીજીના થોકબંધ બરકંદાજે જિલ્લે જિલે પાકશે અને તેઓ આ કથાના પેલા બરકંદાજોની પેઠે યુદ્ધના આહ્વાનને ઝીલી લેશે કે માથે લીધેલી જવાબદારી
અદા કરતાં મતના મોઢામાં પણ લેશમાત્ર થડકાટ વિના ઝુકાવી દેશે અને પિતાના સેનાપતિના અણસારા માત્રથી લાઠી કે ગોળીબાર, કારમાં જેલવાસનાં આમંત્રણો અને મિલકતની ફનાગીરી રૂંવાડું પણ ફરકવા દીધા વિના સહર્ષ ઝીલી લેશે, એવું કોણે કપેલું?
નાનાં નાનાં દૂધમલ બાળકે, અબળા મનાતી સલૂણીઓ, વરણાગિયા યુવાને, રીઢા આધેડે, અને નિવૃત્તિ ઝંખતા વાનપ્રસ્થીઓની પણ વણઝારો બલિદાન માટે વણથંભી ચાલી નીકળશે, એનું ભવિષ્ય કયા નજમીએ ભાખેલું?
ગુજરાતના બે નામચીન બહારવટિયા– વિઠ્ઠલભાઈ અને વલભભાઈ. વિઠ્ઠલભાઈની હિંમત અને રાજકારણ-પટુતા; વલભભાઈને વજસંકલ્પ અને ગાંધીજી તથા દેશ પ્રતિની અનન્ય ભક્તિ અને આદર્શ માટે સર્વસ્વને ઉલાળિયો કરવાની વીર વૃત્તિ, જેને પરિણામે અશોકના કાળમાંયે ન હતું એવું એકત્રિત ભારત લોહીનું એક ટીપુંય પાડ્યા વિના અને ચપટી વગાડીએ એટલા સમયમાં સરજી દેવાયું! જગતભરના ઇતિહાસમાંથી આવી સિદ્ધિને જો કોઈ શોધી આપશે?
વૈત ભય માટે માજણ્યાંનાં ગળાં કાપવા તૈયાર થનાર અને હાઈકોર્ટ સુધી લડીને મમતમાં ખુવાર થનારા સમાજના કળણમાંથી બહાર નીકળી આવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org