________________
સત્ય માટે તલસાટ શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલને જીવન વિશે અપાર શ્રદ્ધા, પ્રેમ અને જિજ્ઞાસા હતી. તેને કારણે સુંદર પુસ્તકોની પ્રસાદી તેઓ ગુજરાતને ભેટ આપતા ગયા છે, નિર્મળ જીવન, સન્ય માટે તેમને તલસાટ અને દેશપ્રેમ ભારે હતો. આવા નિડર પણ નય અને પુરુષાર્થી વિદ્વાન ગાંધી-ભક્તોને ભક્તિભર્યા નમસ્કાર !”
-ફિરેજ કા. દાવર સવ દેશકાળ માટે ઉપયોગી “મારા સ્નેહી મિત્ર ભાઈ પુત્ર છે. પટેલે કોચરબ આશ્રમની ગીતાજયંતી વ્યાખ્યાનમાળામાં મને પ્રેમપૂર્વક ખેંચ્યો. શ્રી. મગનભાઈ દેસાઈ તથા શ્રી ગોપાળદાસ પટેલનાં ગીતા-ઉપનિષદ અને ભાગવત જેવાં સુંદર પુસ્તકો મને ભેટ આપ્યાં. તે તરફ હું ખેંચાયો. આ બધા પ્રમાણભૂત અને સ્વચ્છ સાહિત્ય મારા અને મારા પરિવાર ઉપર ભારે મોટી કાયમી અસર કરી છે. શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસનું સાહિત્ય સર્વ દેશકાળ માટે ઉપયોગી છે. તેમનું આ બધું સાહિત્ય આપણાં બાળકોના કલ્યાણ અર્થે છે. તેને આપણે સૌએ ભરપટ્ટે સ્વાધ્યાય કરવો જોઈએ.”
- ન્યાયમૂર્તિ એસ. ટી. દેસાઈ
લેકશાહીના અગ્રણી ઉપાસકે શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને વિજયશંકર ભટ્ટ લોકશાહીના અગ્રણી ઉપાસક હતા. નાનપણથી આ બધા ખંતીલા, ઉદ્યમી અને ભારે અભ્યાસી હતા. પુસ્તકને સાર અથવા તેને મુખ્ય સિદ્ધાંત પકડવાની હતી તેમની આગવી હતી. આ ત્રિપુટીએ સુંદર પુસ્તકો પ્રસિદ્ધ કરીને પ્રશસ્ય કામગીરી અદા કરી છે. ગુજરાત સદા તેમનું ઋણી રહેશે.” તા. ૨૭-૪-૧૯૬૪
- ન્યાયમૂર્તિ શેલત
૨૨૫ એ૦ – ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org