________________
. . એક ઝલક 2. મને લાગે છે, પ્રારંભ યુગમાં આર્યોનો હાથ ઉપર જ હેવાથી, એમને ઉચ્ચભાવ ને વિજયવૃત્તિ જ વધારે કેળવાયાં; તેમણે અલગ વાડાબંધી કેળવી; અલગ ધર્મપ્રથાઓ સંઘરી; એક પ્રકારનો મોટપ-ભાવ સંધરી જડ થતા ગયા. એ સ્થિતિમાં, મુસ્લિમના એકેશ્વરવાદ અને તેમના સ્વતંત્ર મિજજ આગળ આર્યો મૂંઝાઈ પડયા. તેમને હારતી જતી પ્રજાને જ અનુભવ હતો; તે પરથી તેમણે કદાચ આવનારાને એ જ ફેજ કલ્પી જડ આરામ ને ઊંઘ સેવવા માંડ્યાં હતાં. આર્યો પર મુસ્લિમ વિજય તેનું જ પરિણામ ન હતું? શ્રી. મુનશીએ આ આપણા ઇતિહાસનું ચિત્રા અધૂરું મૂક્યું છે. ,
આ યુગમાં સાંસ્કારિક અસહકાર' શરૂ થયો એમ એ બતાવે છે. જીવંત પરસંસ્કારને જીવનકમમાંથી જાણે બાતલ કર્યા હોય એવું માનસિક વાતાવરણ” જા; અને ભાષા ને સાહિત્ય સંસ્કૃતિ છાયામાં જ રહ્યું, એમ? ફારસી શબ્દો ત્યારે કઈ વેળા ઘુસ્યા? અને મુસ્લિમ સંગીતની અસર? તથા મુસ્લિમો પણ આપણી નાની ઊંચનીચતામાં રહેલી પ્રતિષ્ઠામાં તણાયા તે? અને એકેશ્વરવાદી સંતપરંપરા જાગી તે? સાવ અસહકાર જ ન કહી શકાય. મેં ઉપર કહ્યો તે મોટાભાવ કલ્પવો કદાચ વધારે સુરેખ અને સુસંગત નથી?
- અર્વાચીન કાળમાં આવતાં અંગ્રેજી કેળવણીની નવશક્તિને પ્રાધાન્ય આપી મુનશીજી નવગુજરાતને આલેખે છે. નવગુજરાતનો ઉદય અહીં પણ
ચિતે બતાવે છે : એના ઉદયનાં કારણોમાં તે નથી પડતા. આર્યોની મૂળ પ્રેરણામાં જે જોમ અને આનંદનો ઉછાળો એ રેડી બતાવે છે, એ પછીના બે યુગમાં નથી ટક્યાં. ત્યાર બાદ તદ્દન ચાલુ જમાનાના વર્ણને આવતાં, એ બેઉ પાછાં મુનશીજીની કલમમાં આવી જાય છે, એ તો સ્વાભાવિક જ હતું.
આ સંગ્રહના સંપાદકોએ એના પ્રારંભમાં મુનશીજી, ઉપર એક નિબંધ ‘જોડ્યો છે. એ નિબંધની શૈલી જરા વિચિત્ર લાગી. એક પછી એક આક્ષેપક
જેવું કાંઈક કલ્પીને તેને બચાવ કરતાં કરતાં પાટાને ચીતરવું એ સારું નથી લાગતું. એના કરતાં એમણે મુનશીજીની ટૂંકી જીવનકથા જ કહી હોત તો સારું થાત. તે મુનશીજીના પુસ્તકને મુખ્ય સ્થાન રહેતા અને પ્રારંબને નિબંધ તેને પૂરક બનત. છતાં, એ નિબંધ વાંચવા જેવો અને શ્રી. મુનશીને સમજવામાં મદદરૂપ થશે.
- પુસ્તકની છાપ સુંદર છે; સાદા કાગળ પર પણ રૂપાળી લાગતી આ આવૃત્તિની કિંમત માત્ર ૪ આના રાખી છે. એક ફરિયાદ કરવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org