________________
“ગુજરાતની અસ્મિતા [કનૈયાલાલ મુનશી; પ્રકા ૦ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રીઓ; કિં. ચાર આના; પૃ. ૧૮૪+૬.]
ગુજરાતની અસ્મિતાનું આ એક શબ્દાંકિત ચલચિત્ર વાંચી કોઈ. પણ ગુજરાતી કે ગુજરાતણને ઉત્સાહ, વિજય, અને અભિમાનનો પાનો ચડયા. વગર નહિ રહે. શ્રી. મુનશીએ જે વિજય-મૂર્તિ ગુજરાત આ પાનામાં ચીતરી છે એ, ખરેખર, આપણ સૌ એ માતાનાં બાળકોની અસ્મિતા અને મમતાને પાત્ર છે જ. સાહિત્ય પરિષદના સંચાલકોને શ્રી. મુનશીના અભિનંદન માટે આ પુસ્તક બહાર પાડવાનું સૂઝયું એ સારું થયું. શ્રી. મુનશીએ ગુજરાતને પિતાના સાક્ષર-જીવનથી જે કાંઈ કહેવા અર્પવા ઈચ્છર્યું હશે, એને નિચોડ આટલાં સુવાચ્ય પાનાંમાં આવી જાય છે એમ કહ્યું, તો એમની નવલકથા પર આફરીન વર્ગ તકરાર તે નહિ જ કરે એવી આશા છે.
“આ “અસ્મિતા' શબ્દ ૧૯૧૩–૧૪માં હું યોગસૂત્રમાંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો” એટલું જ નહીં, એ શબ્દની વસ્તુ પર ત્યારથી “હું વિચાર કરું છું, અને એને પશે એવી સામગ્રી એકઠી કરું છું” – આ શ્રી મુનશીને જ એકરાર છે. એમણે પોતાની નવલોમાં જે ગુજરાતીગુજરાતની કલ્પનામૂતિઓ સર્જી છે, તે આ અસ્મિતા સેવતાં અને શ્રી. મુનશીના વિજયશીલ અને ધાકધમાકવાળા જીવનદર્શને દાખવતાં માનવીઓ છે: એમાં પણ કી. મુનશીની અસ્મિતા-પારમિતાનું જ આરાધન જોવું ઘટે.
આ અસ્મિતા એટલે પ્રાંતીયતા? શ્રી. મુનશી ઠોકી ઠોકીને કહે છે કે, ના. “અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બેડલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે, એમ આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેનાં બે અંગ છે : “હું છું.” અને “હું જ રહેવા માગું છું.’ એમાં એક વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાને સંકલ્પ બંને રહ્યાં છે.........” “મેં ફરી ફરી કહ્યું છે તેમ, ગુજરાત પ્રાંત નથી, માત્ર જનસમુદાય નથી, માત્ર સાંસ્કારિક વ્યક્તિ નથી; એ તો પેઢીધર ગુજરાતીઓએ સંક૯૫પૂર્વક સેવેલી, પેઢીએ પેઢીએ
૨૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org