________________
એક ઝલક આથી જ સશસ્ત્ર સૈનિકની જેમ સત્યાગ્રહ કરનારા ગમે ત્યાંથી ભાડૂતી નથી લાવી શકાતા. અંતે તો જે સમુદાયને સીધો અન્યાય વસેલો છે, તેણે જ વિરોધી પક્ષને ટક્કર ઝીલવાની છે. બીજા તો તેને, બહુ બહુ તો, મદદ જ કરી શકે. એટલે, જો તે સમુદાયની જ મૂળ શક્તિ ન હોય, તો તેને ઊછીની આપી ન લડાવી શકાય. સમુદાયને થયેલી અન્યાય તપાસવો, સમુદાયની શક્તિનો અંદાજ કાઢવો, * તેને જરૂરી સલાહ આપવી, વગેરે કામો ને ના કરી શકે.
અને તે તેણે જ કરવાનાં કામો છે. પરંતુ પોતાની મૂળ તાકાત જો સમુદાયમાં ન હોય, તો તાત્કાલિક તે નહિ આપી શકાય. એવે સ્થાને નેતાએ “મૂગે મોઢે રચનાત્મક કામ કરીને ધીરજથી તે ઉપજાવવી જોઈશે. આ મૂળ તાકાત
છે કે નથી તે નિર્ણય કરવા માટે નેતામાં સમતોલપણું, . ધીરજ અને અન્યાય જોઈને આવી જતા આવેગ પર કાબૂ રાખવાની શક્તિ જોઈએ. તે ન હોય, તો સમુદાયને. તે ખાડામાં જ નાખે. *- , , , સત્યાગ્રહની મીમાંસા” મગનભાઈ પ્રભુદાસ દેસાઈ
પૃ૦ ૧૭૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org