________________
સત્યાગ્રહની મીમાંસા
સંપાદક
મગનભાઈ પ્રભુદાસ દેસાઈ ૧૯૩૫માં બહાર પડેલે આ ગ્રંથ સત્યાગ્રહનું સામાજિક દર્શન, રાજ્ય અને સમાજ-વિદ્યાની દષ્ટિએ સમજાવવા પ્રયત્ન કરે છે.
સત્યાગ્રહના મૂળ સિદ્ધાંતની સમજ, સમાજવાદ, સામ્યવાદ વગેરે બીજા સામાજિક સિદ્ધાંતોની દષ્ટિએ તેનું પરીક્ષણ, તેની પાછળ રહેલી સામાજિક ફિલસૂફી, વગેરે બાબતોની શાસ્ત્રીય રીતે ચર્ચા કરતું પ્રથમ પુસ્તક આને કહી શકાય. આ પુસ્તકને માટે લેખકને “પારંગત'ની પદવી પૂજ્ય ગાંધીજીને હાથે એનાયત કરવામાં આવી હતી.
આ પુસ્તકનું હિંદી પણ કરવામાં આવ્યું છે. તથા અંગ્રેજી પણ તૈયાર થઈ રહ્યું છે.
આ ગ્રંથમાં “નેતા કોણ બની શકે?' તે પ્રકરણ જુઓ.
નેતા કેણ બની શકે ? સત્યાગ્રહની ચળવળિયાએ ઊભું કરેલું તૂત નથી. એ તો સમુદાયની ઊંડી ઉત્કટતામાંથી ઊપજે ત્યારે શરૂ કરવામાં આવતું ધર્મયુદ્ધ છે. તેથી તો ગાંધીજી ઘણી વાર કહે છે કે, સત્યાગ્રહીને લડત સહેજે સાંપડે છે, ને આમ ચેતવણી આપે છે કે, “જ્યાં જ્યાં અનીતિ અન્યાય જુઓ, ત્યાં ત્યાં ચડાઈ કરવા બંધાયા છો, એમ ન માનતા. પણ મૂંગે મોઢે રચનામક કામ કરી યોગ્યતા મેળવો. ચડાઈ વહોરવા ન નીકળો. તમારે આંગણે આવે ત્યારે વધાવજો.” તો જ તે લોકપ્રિય બને છે ને સફળ પણ થાય છે.
૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org