________________
શ્રીકૃષ્ણનું દુર્યોધનને સંબોધન કણ્વ મુનિ પછી દુર્યોધનને વ્યાસ ભીષ્માદિ વડીલએ કહ્યું. તે પછી નારદ મુનિએ પણ તેને મનાવવા લંબાણથી કહ્યું :
“હે ભાઈ, તું તારાં આ બધાં વડીલ, સગાંસંબંધીનું માનતો નથી. તું ભારે હઠે અને અભિમાનને ઘોડે ચડ્યો છે. એમ ન કર; એ દારુણ વસ્તુ છે. અમે બ્રાહાણો તારા મિત્રો છીએ. હિતવાણી કહે એવા મિત્ર જગતમાં દુર્લભ છે. તેમની સલાહ તારે અવશ્ય સાંભળવી જોઈએ. આ વિષે ગાલવ ઋષિની હઠનું એક પ્રાચીન દષ્ટાંત છે, તે તું યાદ કર."
એમ કહીને તે મુનિએ એ કથા સભામાં કહી સંભળાવી. તથા યયાતિ રાજાના અભિમાનની કથા પણ તેની જોડે કહી. અને છેવટે તે મુનિએ કહ્યું, “હે દુર્યોધન આમ હઠ અને અભિમાનથી ફાયદો નથી. તેને આ બધા તારા હિતેચ્છુઓ કહે છે તે માની જા.”
આથી ધૃતરાષ્ટ્ર કહ્યું, “હે નારદ મુનિ, તમે સાચું કહો છો. પણ દુર્યોધન મને ગાંઠતો નથી.'
' આમ બોલી ધૃતરાષ્ટ્ર શ્રીકૃષ્ણને ઉદ્દેશીને કહ્યું, “હે કેશવ, અત્યારે જે બધું ચાલે છે, તે મને જરાય ગમતું નથી. પણ હું લાચાર છું. આ દુર્યોધન મારું કે તેની માતાનું કે વિદુરનું કે ભીષ્માદિ અનેક હિતૈષીઓમાંથી કેઈનું સાંભળતો નથી. એ ક્રૂર, પાપમતિ અને દુરાત્મા દુર્યોધનને હવે તમે કાંઈ કહો, જો માને તો. એમ કરે તો એ તમારું મોટું મિત્રકાર્ય થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org