________________
એક ઝલક જ ધર્મ છે. સૂકા ઘાસમા પડેલી આગ જેમ વધે, તેમ ધર્મથી માણસની ઉન્નતિ વધવા લાગે છે. [, “બીજુ પણ અહીં કહેવા જેવું છે તે સાંભળો :તમે પારકું રાજ્ય અનુચિત ઉપાયથી છીનવી લેવા તાક છો, એ યાદ રાખવું કે, જે લોકો સામાન સારા વર્તન છતાં તેમની પ્રત્યે ખરાબ વર્તન રાખે છે તેઓ, જેમ કુહાડીથી વન છેદાય, તેમ પોતાને છેદી નાખે છે. છે “હે ભાઈ, તમે કર્ણ, દુ:શાસન વગેરેના બળની ગણતરી પર કૂદી રહ્યા હો, તો યાદ રાખજો કે, તે બધા, સહિત આ રાજાઓ અને ભીષ્મ-દ્રોણાદિ તમે કઈ પાંડવો સામે – ભીમ અર્જુન સામે ફાવી નહીં શકો. તમે અર્જુનનું બળ હજી ન જાણ્યું? અને હું એનો સારથિ થઈશ. તેવા અર્જુનને આ બધામાંથી કેઈ હરાવી શકે, એવો એક તો બતાવો! . .
. . માટે હે દુર્યોધન, આ નરસંહાર થતો રોકો, કુલન ન બનો, અને પાંડવો સાથે સલાહ કરો. તેઓ તમારા. પિતાને જ ગાદી પર ચાલુ રાખશે; તમને જ યુવરાજ
સ્થાપશે. માટે અધું રાજ્ય પાંડવોને સપો; અને આમ લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે, ત્યારે લડવાની વાતનું કપાળ કૂટવા ન બેસો.”, ,
આમ શ્રીકૃષ્ણ કહ્યા પછી ભીષ્મ, દ્રોણ, વિદુર તથા ધૃતરાષ્ટ્ર સૌએ ફરીને દુર્યોધનને કહ્યું, “ભાઈ, શ્રીકૃષ્ણનું કહ્યું માન અને વિનાશને આવતો ટાળ.” . .
વિદુરે તો ક્રોધથી એમ પણ કહ્યું, “દુર્યોધન, તારે માટે : મને જરાય દિલગીરી નથી. હું તો આ તારાં વૃદ્ધ માતાપિતાનો વિચાર કરું છું. તું નહીં માને તો મરશે જ. પછી
આ બે જણની શી દશા તું કરતો જઈશ, એ ચિંતા મને મોટી છે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org