________________
યુદ્ધના ધ
२०. ધૃતરાષ્ટ્ર આંતે કહ્યું, “હે તાત, શ્રીકૃષ્ણ સાચું કહે છે; માની લે. નહીં તો તું જરૂર પરાભવ પામીશ.”
આ સાંભળીને ભીષ્મ અને દ્રોણે ફરી પાછું તેને કહેવા માંડયું, “હે દુર્યોધન, લડવાની આ તારી ચરબી, યુદ્ધમાં પાંડવો શાસ્ત્ર લઈને નથી આવ્યા ત્યાં સુધી જ ટકવાની છે, એમ જાણ. બાકી, અમે તો શાંતિને અર્થે એવું જોવા ચાહીએ છીએ કે, યુધિષ્ઠિર આવે અને તને ભેટે; તારે ખભે હાથ મૂકીને સાથે થાય અને આ અધિરાજ્ય ચલાવે. એ જોઈને આ બધા રાજાઓની આંખો હર્ષાથી ભરાઈ જશે. માટે ભારતનાં બધાં રાષ્ટ્રોમાં ઢંઢેરે પિટાવ કે, અમે ભાઈઓ લડવાના નથી. એમ કરીશ તો તારી બધી ચિંતા દૂર થશે.”
સુયુદ્ધના ધર્મો આમ વિચાર કર્યા પછી, બંને દળની સેનાઓને લઈ તેમના નાયક તપ:ક્ષેત્ર એવા કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચ્યા.
એ સમુદાય એવડો મોટો હતો કે, આખી પૃથ્વી જાણે ખાલી થઈ ગઈ હતી; કેવળ સ્ત્રીઓ, બાળકો ને વૃદ્ધો જ ઘેર બાકી રહ્યાં હતાં; હાથી, ઘોડા, રથ,"તથા નવયુવાનોથી રહિત તે થઈ ગઈ હતી ! ..
દુર્યોધનને સામે જોઈને પંચાલો હર્ષથી રાજી થઈ ગયા. કેમ કે તેની જોડે લડવા તેઓ કયારના તલસતા હતા.
પાંડવો પણ પોતાની સેના બરોબર ઉત્સાહમાં આવીને ખડી થયેલી જોઈને રાજી થયા. અર્જુન અને શ્રીકૃષ્ણ પણ પ્રસન્ન થયા; હર્ષમાં તેમણે પોતાના શંખ વગાડ્યા. એનો નાદ સાંભળી શત્રુસેનામાં યોદ્ધાઓ એવા તો ભડક્યા કે,
શકુમ્ભ પ્રસુન્નુવુ:” (ભી), અ૦ ૧-૧૮) તેમને ઝાડો પેશાબ થઈ ગયાં! અને આ સમયે જોરથી એવું વાવાઝોડું થયું કે, કેટલાક તો તેનાથી જ અકળાઈ ગયા!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org