________________
२०१
એક ઝલક પછી બંને પક્ષના આગેવાનો મળ્યા અને તેમણે યુદ્ધના નિયમો પ્રથમ નક્કી કર્યા :
સાંજ પડયે યુદ્ધ બંધ થાય, ત્યારે કોઈ કેઇનું દુશ્મન હોય એમ નહીં, પણ પૂર્વવત્ પ્રેમથી વર્તવું.
જે વાગ્યુદ્ધ કરે તેની જોડે તેવું જ યુદ્ધ લડવું; જે લડવામાંથી બહાર નીકળી જાય, તેને મારવા નહીં; રથી જોડે થી, ગજી જોડે ગજ, અશ્વી જોડે અશ્વી, અને પદાતિ કે પાયદળ જોડે પાયદળ, – જે જેવો યોદ્ધો તેવાએ તેની સાથે સામેથી યુદ્ધ લડવું.
સામાવાળો વિહ્વળ થયો હોય, અથવા દુમનને એવે ભરોસે કે, તે ખોટો ઘા નહીં કરે કે લાગ સાધી નહીં લે, એવા વિશ્વાસપૂર્વક ગાફેલ રહ્યો હોય, તેનો ગેરલાભ ના લેવો. તેને હોશિયાર કરીને બંને યોદ્ધા સમભાવે સુસજજ હોય તેમ યુદ્ધ ખેલવું.
કોઈની જોડે લડવામાં રોકાયો હોય તેને, કે શરણે આવેલાને, કે મોઢું ફેરવી લઈ યુદ્ધવિમુખ થાય તેને કે, જેનું શસ્ત્રાસ્ત્ર કે કવચ ઇ૦ તૂટી કે પડી ગયાં હોય તેને, – આવા કેઈના પર ઘા ન કરવો.
સૂત કે સારથિઓ, કે બોજો ઉઠાવનારાઓ, કે શસ્ત્રાદિ પહોંચતાં કરનારા, કે શંખ ભેરી ઇ૦ વગાડનારા – એવા સેવકજનોને ન હણવા.
આ પ્રકારના યુદ્ધધર્મો પાળવાનું નક્કી કરીને કોરવ પાંડવો છૂટા પડીને પોતપોતાને સ્થાને પહોંચ્યા. પોતાની આ પ્રકારની સ્થિતિ જોઈ છૂટા પડતાં તેમને આશ્ચર્ય થયું. પરંતુ સ્થાને પહોંચીને તેઓ ઉત્સાહ અને હર્ષથી લડવા માટે સજજ થઈ ગયા.
એમ, યુદ્ધનો પ્રારંભ કરવા બંને દળ તૈયાર થઈને હુકમની વાટ જોતાં ઊભાં.
બાવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org