________________
શ્રીકૃષ્ણનું દુર્યોધનને સાધન
આથી શ્રીકૃષ્ણ દુર્યોધનને ઉદ્દેશીને કહેવા માંડ્યું,
હે દુર્યોધન, તમારા અને સૌના ભલાને માટે આ કહું છું. તમે મહાપ્રાજ્ઞ કુલમાં જન્મ્યા છો; તમે જા તેમ ત અને વૃત્ત બંનેથી સંપન્ન છો: સાન સાથે અનેક ગુણો ધરાવો છો. આમ છતાં અત્યારે જે રઢે તમે ચડયા છો, એ તો દુરાત્મા, નિર્લજજ, અને નૃશંસ, તથા અકુલીન લોકને જ છાજે. તમારી વૃત્તિ લગાતાર આવી રહી છે, તે ઘોર હાનિ કરે એવી છે. પુરુષોને તે ન શોભે. અહીં બિરાજેલા તમારા આ સો વડીલો, આચાર્યો તથા મિત્રો અને કુટુંબીજનો પણ તમને ગુરુકુલના આજના વિષમ સમયે શમની જ સલાહ આપે છે. અરે, તમારાં માતાપિતા કહે છે તે તો સાંભળો! જે માણસ આવા લોકની હિતવાણી ન સાંભળે અને દુર્જનોના સંગે ચડી જાય, તેનું પતન જ થાય, એ નક્કી છે.
“હે તાત, એક બાજુ પાંડવોનું વર્તન જુઓ. જન્મથી તમે તેમને પજવ્યા જ કર્યા, છતાં તેઓ ધર્માત્મા એ ભૂલી જઈને અને તમારી જોડે સારાસારી રાખીને જ વર્તે છે. તમારે પણ તેમની જોડે એમ ન વર્તવું જોઈએ?
હે ભરનષભ, પ્રજ્ઞાવાન પુરુષો ધર્મ-અર્થ-કામ એ ત્રિવર્ગને ધ્યાનમાં રાખીને પોતાનાં કાર્યો કરે છે. ત્રણેને સાથે સંભાળીને ન વર્તી શકાય, તો કામને છોડી દે છે અને ધર્મ અર્થને સાચવે છે. અને જો ત્રણમાંથી એક જ પસંદ કરવાનું હોય, તો ધીર પુરુષો ધર્મને, મધ્યમ શ્રેણીના પુરુષો અર્થને, અને નાદાન કે કનિષ્ઠ પુરુષો જ કામને પસંદ કરે છે. એમ લોભથી કામને વરનારો માણસ વિનાશ પામે છે. અરે, કામ અને અર્થની ઇચ્છા હોય, તોપણ પહેલો ધર્મ આચરવો; કેમ કે તે વગર કદી કામ કે અર્થ સધતાં જ નથી. હે કુરુરાજ, ધર્મ-અર્થ-કામ એ ત્રિવર્ગ સાધવાની ચાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org