________________
એક ઝલક આપને પ્રણામ કરીને તેમણે કહાવ્યું છે કે, “હે રાજન, તમારા રાજ્યમાં અમ પાંચ ભાઈઓનો પરિવાર શરૂથી બહુ દુ:ખી થયો. ઘતની તમારી શરત પ્રમાણે, અમે બાર વર્ષ વનવાસ બાદ એક વર્ષ એકાન્તવાસ પણ ભોગવ્યો. તમે અમારા પિતા-તુલ્ય છો. હવે તે શરતનો આગળનો ભાગ તમે કેમ ન પાળો? – ધર્મપૂર્વક અમને હવે અમારે રાજ્યભાગ કેમ પાછો ન આપો? હે પિતા, અમે ભૂલમાં હોઈએ તો જરૂર તમે અમને ઠપકો આપો. અમારી એટલી જ પ્રાર્થના છે કે, જે ધર્મ પંથ હોય તે અમને જણાવો અને તમે તેમ આચરો. સંસ્થાપક થક્વેક્ઝાન વિષ્ટ ધર્મે સુવાનિ !'
“અને, હે ધૃતરાષ્ટ્ર, તમારા તે પાંચ પાંડવ પુત્રોએ અહીં તમારી સમક્ષ મળેલી પરિષદને માટે પણ બે શબ્દો કહાવ્યા છે, તે સૌ સભાજનો સાંભળો –
“આપ સૌ ધર્મશ છો; તેવાની હાજરીમાં કશુંય અનુચિત ન થવું જોઈએ. જે સભાના સભ્યોના દેખાતાં, ધર્મ અધર્મ વડે કે સત્ય અમૃત વડે હણાય, તે સભ્યો, પણ તેની સાથે, જ હણાય છે. જે સભામાં અધર્મથી ઘાયલ થયેલો ધર્મ પ્રવેશે છે અને તેમાં બેઠેલા સભાસદો તેનું શલ્ય કાઢતા નથી, તેઓ પોતેય એ અધર્મ-શલ્યથી ઘાયલ થાય છે.'
હે રાજા, પોતાનો ધર્મ સમજનાર અને શાંતિ ધ્યાનમાં રાખીને વનારા પાંડવોએ આમ સભાને જે કહાવ્યું છે, તે સત્ય છે; ન્યાયી અને ધર્મ પણ છે. એટલે પાંડવોને તેમનો રાજ્યભાગ આપો, એથી બીજું મારાથી કેમ કહી શકાય?
આ સભામાં બેઠેલા આપ સૌ રાજાઓને હું પૂછું છું: “હે મહીંપાળો, ધર્મ તથા અર્થની દૃષ્ટિથી વિચારી જોઈને તમે સૌ કહો કે, આ હું ખરું કહું છું કે નહીં?' હે રાજન, ન્યાયપૂર્વક પાંડવોનું રાજ્ય દાન કરીને આ બધા ક્ષત્રિયોને મૃત્યુપાશમાંથી મુક્ત કરે; ક્રોધ છોડી શાંતિથી વર્તો; પાંડવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org