________________
વાઘ આવ્યો રે વાઘ ! ગમત ખેલને ખાતર જૂઠું બોલીએ અને પછી જૂઠાબોલામાં ખપીએ, તો કેવી હાનિ થાય, તે બતાવવા માટે “વાઘ આવ્યો રે વાઘ!'ની ઈસપની નીચેની વાત કહેવત બની ગઈ છે.
એક ભરવાડનો છોકરો હતો. રાજ ઘેટાંઘકરાં ચારવા વગડામાં જતો. ઘેટાંબકરાં આમ તેમ ચરતાં હોય ત્યારે તે તેમના ઉપર નજર રાખે, એ એનું કામ. પણ એમાં ઝાઝું કરવાનું કાંઈ મળે નહીં, એટલે તે આમ તેમ ફરે, મનમાં આવે તો પાવો વગાડે, કોઈ વાર આમ તેમ બોર વીણતો ફરે. એને ખાસ સંભાળ રાખવાની એ કે, કોક દહાડે
ઓચિંતો પાસેની ઝાડીમાંથી વાઘ કે વરુ ન નીકળી આવે. તે આવે તો બૂમો પાડવી, એટલે પાસેનાં ખેતરોમાં કે વગડામાં કોઈ હોય તે દોડી આવે,– આમ એના બાપે એને કહી રાખેલું.
એક દહાડે બકરાંધેટાં લઈને તે ચરાવવા ગયો હતો. થોડો વખત આમ તેમ કરીને તેણે કાઢયો. પછી કાંઈ કરવાનું મળે નહિ, એટલે તેને કંટાળો આવ્યો, ને શું કરું કે મજા પડે, એ તરંગ ઉપર એનું મન ચડયું. કદી વાધ વરુ આવેલું નહિ, એટલે તે આવે તો શું થાય એની એને જાતમાહિતી નહોતી. એટલે એને તુક્કો સૂક્યો, “લાવને બૂમ પાડીએ; જોઈએ તો ખરા કે કણ કણ દોડી આવે છે! જરા મજા આવશે.” આમ વિચારી એ જોરથી ત્રાડ પાડવા લાગ્યો, “વાઘ આવ્યો રે વાઘ!”
ત્રાડ સાંભળી પાસેના કેટલાક લોકો ડાંગ ને ધારિયાં લઈને દોડી આવ્યા. આવીને છોકરાને પૂછયું, “ક્યાં છે વાઘ?”
વાઘ હોય તો છોકરો બતાવે ને! એ પૂછનારાઓ સામે જોઈને ખડખડ હસવા લાગ્યો ને તેણે કહ્યું, “એ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org