________________
૧૯૦
એક ઝલક મેં ખાલી મજાને સારુ બૂમ પાડી હતી. મને થયું કે, લાવને જોઈએ તો ખરા, કેવી ગમત થાય છે !”
વહારે ધાયેલા લોકો છોકરા પર ચિડાઈને ચાલ્યા ગયા.
હવે છોકરાને તો આ હાંસીએલની વાત થઈ ગઈ. એને એમાં મજા પડી. એક બે અઠવાડિયાં પછી આમ જ એણે તો ફરી કંટાળો કાઢવાની ઉપરની દવા કરી. પહેલાંની પેઠે લોકો દોડી આવ્યા, અને બનીને બિચારા પાછા ગયા. પણ હવે એમણે જોયું કે, “છોકરો ટીખળ કરી આપણને બનાવે છે. આ છોકરાની બૂમ સાચી ન માનવી.”
એક વાર એવું બન્યું કે, ખરેખર ઝાડીમાંથી વાઘ આવ્યો. છોકરાઓ ને જોઈ કારમી ચીસ પાડી, “વાઘ આવ્યો રે વાઘ !” આસપાસ કામ કરવા આવતા લોકો હવે શાના દોડે? એમણે માન્યું કે, આ તો પેલા તોફાની નાદાન દીકરાનું ટીખળ છે; દોડી જવાની જરૂર નથી. અને કોઈ તેની પાસે ગયું નહીં. છોકરો ચીસો પાડતો રહ્યો. જીવ બચાવવા પોતે એક ઝાડ પર ચડી ગયો. વાઘે એનાં કેટલાંય ઘેટાંબકરાંને મારી નાખ્યાં.
થોડી વાર પછી ખાવા માટે શિકાર લઈને વાઘ ચાલ્યો ગયો. એટલે છોકરો રડતો રડતો ઝાડ પરથી નીચે આવ્યો અને પાસેના ખેતરમાં જઈ તેણે ત્યાંના લોકોને વાત કરી. પણ હવે શું થાય? જેની માથાવટી જશૂાબોલાની પડી ગઈ, તેનો સાચો બોલ પણ પછી કોણ માને? આ ઉપરથી જ પેલો બોલ એક કવિએ કહ્યો છે કે,
જે જન મશ્કરી કરવા જાય, આ મોડો વહેલો તે સપડાય; જૂઠાણું જલદી પકડાય,
આખર જૂઠો જન પતાય.' ઈસપ અને તેની વાત ભાગ-૩”માંથી)
મગનભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org