________________
એન્ડ્રોકિલઝ અને સિંહ ઍન્ડ્રોકિલઝ નામે એક હબસી ગુલામ હતો. ગુલામી કોને ગમે? એ તો એક દહાડો છાનોમાનો નાસી ગયો જંગલમાં. ભોગ જોગે ત્યાં એક સિહ એને મળ્યો. એને થયું, આ તો મૂઆ બાપલિયા ! પણ સિહ તો ન મારે કે ન પાછો જાય – તે તો તેની પાસે જ આવ્યા કરે! તે લંગડાતો હતો. કેમ કે તેના પગની પોચી ગાદીમાં કાંટો ભોંકાયો હતો. ઍન્ડ્રોલિઝ આ સમજ્યો. હિંમત કરીને એણે તે સિંહનો કાંટો કાઢ્યો. સિહ એને માર્યા વગર ચાલ્યો ગયો !
હવે ગામમાં એન્ડ્રોલિઝની શોધાશોધ ચાલી. શેઠ ગુલામ ખોળવા માણસો દોડાવ્યા. એન્ડોકિલક પકડાયો. રાજ્યનો કાયદો એવો હતો કે, ગુલામ જો નાસી જાય તો તેને મરણની સજા કરવી. એન્ડોકિલઝને સિંહ પાસે મરાવવાનું ઠર્યું.
માણસ અને સિહની આ ક્રૂર સાઠમારી જોવા સૌ લોક ભેગું થયું. એન્ડોકિલઝ ઊભો હતો તેની સામે સિંહ છોડવામાં આવ્યો. ઘૂરકતો ને ગર્જતો સિંહ તેની પાસે તો આવ્યો. પણ આ શું? ઍન્ડ્રોકિલઝને જોઈને એ તો ધીમે ધીમે તેના પગ આગળ આવી, જાણે પાળેલો હોય, એમ, પ્રેમ કરતો બેસી ગયો! શાથી એમ હશે તે કહો જોઈએ?
એ પેલો કાંટાવાળો સિહ હતો.
ભલાઈ એવી ચીજ છે કે સિહ જેવાને પણ અસર કર્યા વગર રહે નહિ. ઈસપ અને તેની વાતે ભાગ-૪”માંથી]
મગનભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org