________________
સિંહ અને ઉંદર
૧૮૭ કાચી નચ ને ખાટી રડ એ દ્રાક્ષને કોણ ખાય! સારું થયું મેં ન ખાધી, નહીં તો માંદુ પડાત.”
પડીએ પણ તંગડી ઊંચી રાખવાનો સ્વભાવ આવો જ છીછરો હોય છે. “ઈસપ અને તેની વાતો ભાગ-૧" માંથી ]
મગનભાઈ દેસાઈ સિંહ અને ઉંદર સિહ એક દહાડો વનમાં સૂતો હતો. પાસેના દરમાંથી એક ઉંદર નીકળ્યો. તે આમ તેમ કૂદવા ને ફરવા લાગ્યો. તેણે તો ધીમે રહીને સિહની ઉપર પણ ચડવા માંડયું ! આથી સિંહને રીસ ચડી. તેણે તેને પંજાથી પકડયો.
ઉંદર કહે – વનરાજ, મને માફ કરો. જીવતદાન આપો, તો કેક દહાડે તેનો બદલો વાળીશ.
નાનકડો ઉંદર વનરાજને કેક દહાડે ઉપકાર કરશે, એ વાત જ કેવી! સિંહને એ સાંભળી કૌતુક થયું. તેણે ઉંદરને જતો કર્યો.
હવે એક દહાડો એવું બન્યું કે, એ સિહ પારધીઓની જાળમાં સપડાઈ ગયો. તેમાં તે એવો જકડાયો કે કેમે કરતાં નીકળાય નહીં. આથી તે ગર્જવા લાગ્યો. પણ તેથી કાંઈ જાળ તૂટે?
પેલા ઉંદરે ગજના સાંભળી દરમાંથી બહાર ડોકિયું કર્યું તો તેને જીવતદાન આપનાર સિહ ફસાયેલો દેખાયો. ઝટ તેની પાસે જઈને પોતાના તીણા દાંત વડે જાળનું દોરડું તેણે કાપી કાઢયું. સિંહ જેવો સિંહ ખરેખર ઉંદર જેવાની મદદથી છૂટ્યો!
- અભિમાનમાં આવી જઈ સિંહે ઉંદરને તુચ્છકારીને તે દહાડે મારી નાખ્યો હોત તો! મોટાએ પણ નાનાની કદર કરી તો કામ લાગી! ઈસપ અને તેની વાત ભાગ-૨”માંથી]
મગનભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org