________________
એક ઝલક ૧૯૪૭ પછી ધીમે ધીમે દેશનું રાજકારણ જેમ આગળ વધ્યું, તેમ શ્રી. શ્યામાબાબુની દૃષ્ટિ હિંદુવાદી લાગે એવી થતી ગઈ અને તેમણે સરકાર છોડી તથા તેના તે વિરોધપક્ષ બન્યા. કાશમીર અંગે ગમે તેટલે દષ્ટિભેદ તથા વિરોધ છતાં, જો ભારત પર ચડાઈ થશે તે તો પોતે બધા ભેદ ભૂલીને સરકાર જોડે એક બનીને માતૃભૂમિની રક્ષા માટે લડશે, એ એમની બુલંદ જાહેરાત શ્યામાબાબુની રાષ્ટ્રભક્તિની સાક્ષી તરીકે સદાકાળ હિંદના લોક યાદ કરશે.
વિરોધ પ્રામાણિક નીતિભેદ પર હોય, તે કઈ રીતે રાષ્ટ્રદ્રોહ ને બની શકે. એ શ્રી. મુકરજીના રાજકારણનો ઉત્તમ બોધપાઠ એમની આપણને અમૂલ્ય ભેટ છે. શ્રી. શ્યામાપ્રસાદ હિંદની દેશભક્ત માળામાં અંકિત થઈને ગયા. એમના જીવનકાર્યની સુવાસ આપણામાં હમેશ શુભ પ્રેરતી રહો.
[૨૮–૬–'પ૩] નિવાપાંજલિ'માંથી)
મગનભાઈ દેસાઈ ઈસપ અને તેની વાતે [ઈસપની વાતમાં દુનિયાદારીને ડહાપણ અને વિનોદનો ભંડાર ભરેલો છે. તે વાતો જુઓ.]
ખાટી દ્રાક્ષ એક શિયાળ હતું. તેને કકડીને ભૂખ લાગી. આમતેમ ફરતાં કાંઈ લાગ ખાય તો ચોરી ખાવા તાકતું હતું. નસીબ જોગે એક જણનો દ્રાક્ષના માંડવો તેને જડી ગયો. - માંડવા પર મજેદાર દ્રાક્ષની લૂમોની લૂમો લચી રહી હતી. મોંમાં પાણી આવે એવી સુંદર હતી. પણ એક વાતે વાંકું હતું – તે જરા ઊંચે હતી.
તે લેવા માટે શિયાળે છલંગો મારવા માંડી. આમથી તેમથી કેટલીય વાર તેણે કૂદાકૂદ કરી. પણ કેમ કરીને દ્રાક્ષ પહોંચાયું જ નહીં. હવે શું કરવું?
શિયાળ લુચ્ચું ગણાય છે. લાલચનું માથું દ્રાક્ષ ખાવા તો ગયું, પણ બરોબર બન્યું. તે એ કબૂલ કરે તો લુ શાનું? એટલે નિરાશ થઈને જતાં જતાં તે પતરાજીમાં કહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org