________________
ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી
૧૮૫ મૌલાનાના જવાની સાથે હિંદની આઝાદીના ઇતિહાસના આ એક મહાન પ્રકરણનું પ્રમુખ પાત્ર ભૂતકાળના ગર્ભમાં થાય છે. પણ આપણે માટે જીવતો આદેશ મૂકતું જાય છે કે, ધર્મ કે મજહબ ઝઘડો નથી પ્રેર; એખલાસ અને સબૂરી એનો મંત્ર છે. હિંદમાં બધી કેમે, બધા ધર્મો, બધી જાતિઓ – બધા, કોઈ પણ ભેદની પામરતાથી દૂર રહી, એક સબળ રાષ્ટ્ર બનશે અને જગતમાં શાંતિપાઠ સ્થાપશે. આ આદેશ મૌલાનાના જીવનને આપણે માટે સર્વોપરી બોધ છે અને આહવાન પણ છે. તેને આપણે ન
ભૂલીએ.
[૭-૩-૫૮] નિવાં પાંજલિ'માંથી]
મગનભાઈ દેસાઈ
ડે. શ્યામાપ્રસાદ કરજી બંગાળના પ્રખર દેશભક્ત ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી ચિંતા અને દુ:ખદ સંજોગોમાં તા. ૨૩ જાને વહેલી સવારે સ્વર્ગવાસી થયા. કેટલાક માસથી તે અoભાવ જનસંઘના નેતા તરીકે કાશ્મીર અંગે સરકારી નીતિનો સખત વિરોધ કરતા હતા. તે અર્થે તેમણે દેશમાં થોડા જ વખત ઉપર પ્રવાસ પણ ખેડે, અને અમુક ઢબે સત્યાગ્રહ કરવા સુધી લોકો જાય એમ તેમણે સલાહ આપેલી. છેવટે પોતે જાતે તેમાં ઝંપલાવ્યું અને કાશ્મીર રાજયે પ્રવેશબધી કરેલી તેને ભંગ કરીને તે કાશમીર ગયા અને ત્યાં નજરકેદ થયા.
નજરકેદમાં જ તે બીમાર પડયા અને ગણતર દિવસની માંદગી પછી હૉસ્પિટલમાં જ તેમણે ચિતી, બાવન જ વરસની ઉંમરે, દેહ છોડયો. પ્રતાપી પિતાના એક પ્રતાપી પુત્રના જવાથી બંગાળાને અને દેશને એક મોટા વિદ્વાન કેળવણીકાર અને દેશભક્તની ખોટ પડી છે.
તેમનું રાજકારણ નિરાળું હતું, પણ તેમાં બહાદુર સ્વતંત્રતા જે છાંટ જોવા મળતી, તેથી શ્રી. શ્યામાબાબુ ભણેલા વર્ગમાં એક ખાસ આકર્ષણ પામ્યા હતા. ૧૯૪૭માં દેશ સ્વતંત્ર થતાં આ દેશભકતે તેની પહેલી સરકાર બનવાની જવાબદારીમાં જોડાવાનું બીડું ઝડપ્યું અને પોતાનું કામ શોભાવ્યું.
તે વિરલ વક્તા હતા. છેલ્લે થોડા જ માસ પર મુંબઈની ચોપાટી પર હિંદીમાં તેમનું વ્યાખ્યાન સાંભળવાની તક મળી હતી. અખલિત અને સરળ હિંદીથી આ વિદ્વાન દેશભક્ત પોતાનું કામ લેતા હતા તે જોઈને તેમના દેશપ્રેમની અને હિંદીભાષાની શક્તિની સ્પષ્ટ પ્રતીતિ પડતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org