________________
બે સાક્ષર શ્રી મણિભાઈ ત્રિવેદી, શ્રી. બાળાશંકર] આપણા સદૂગત સાક્ષરેની જયંતી ઊજવવાનો ઉપક્રમ વરચે કેટલાંક વરસ નહોતો દેખાતો, તે હવે પાછો શરૂ થયો છે. આ વસ્તુ આપણી લોકકેળવણી માટે તથા ભણતા જુવાનિયાઓ માટે સારી વાત છે. સમર્થ પૂર્વની જે કોઈ અક્ષર વિભૂતિ હોય, તે પ્રયત્નભેર પેઢી-દર-પેઢી યાદ રહે એમ કરવું, એ તે સંસ્કારી અને સદા-વર્ધમાન રહેવા ચાહતા સમાજને માટેનું એક નિત્ય-નૈમિત્તિક કર્મ જ ગણાય.
ડા દિવસ પર એવા બે સાક્ષરોની જન્મશતાબ્દી ઊજવાઈ – શ્રી. મણિભાઈ નભુભાઈ અને શ્રી બાલાશંકર ઉલ્લાસરામ. બંને નડિયાદના સાઠોદરા નાગર; ૧૮૫૮ના એક જ વરસે જન્મેલા અને ૪૦ વરસ જીવી બને ૧૮૯૮માં ચાલ્યા ગયા. બંને વિદ્વાન જ્ઞાનોપાસક સ્વ૦ મણિભાઈ યુનિવર્સિટીની કેળવણી પામેલા; અને અંગ્રેજીમાં પણ તેમણે પુસ્તકો લખ્યાં છે. મારી ભૂલ થતી ન હોય તે, બાળાશંકરે ભાગ્યે મેટ્રિક પાસ કરેલું. પરંતુ તે ફારસી, અરબી, અંગ્રેજી, સંસ્કૃત, હિંદી સારી રીતે જાણતા હતા. મણિભાઈ પણ ભાષાવિદ હતા.
બને અદ્ર તવાદી – સૂફીવાદી હતા. બાળાશંકર તે એ વાદની મસતીમાં જાણે કે મહાપતા હતા! આ રીતે એમના કાળમાં એમણે લોકોને ઠીક ઠીક જ્ઞાનામૃતનું પાન કરાવ્યું હશે. પણ પછીનાં વરસોમાં ધીમે ધીમે તેમની એવી અસર મંદ થતી ગઈ. એમાં કદાચ યુગપલટાનું કારણ હોય. વીસમા સૈકામાં લેક સ્વરાજ તરફ વળ્યા અને જૂની સંસ્કૃતિના જ્ઞાનના જીવંત અંશે એ પૂરતા પાછળ પડયા.
છતાં આ બે સાક્ષરોની અસર-સમૃદ્ધિ આપણા સાહિત્યને યાદગાર ભાગ છે. શતાબ્દી ઉત્સવ વડે એ તાબે થયો, એ લાભ ની વાત છે. ભાષાવાર યુનિવર્સિટીઓ કામ કરતી થતી જશે, તેમ આવું આવું કેટલુંય પુનરુત્થાન અને પુનધન થવા લાગશે. તેની સાથે બીજા પ્રદેશોનુંય સમકાલીન તુલનાત્મક અધ્યયન વધવું જોઈએ; કેમ કે સાર્વભૌમ જ્ઞાન અને સંસ્કારની વિશાળ ભૂમિકામાં સરસ્વતી સેવા થવી જોઈએ, એ યુનિવર્સિટીઓનું બિરુદ છે. ૩-૧૦-૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org