________________
કાયદે-આઝમ ઝીણા
૧૭૪
આ જ સમયમાં ગાંધીજી પણ લગભગ આ જ રીતે ભણ્યા કહેવાય. માત્ર તે પાંચ છ વર્ષ મેાટા તેટલા વહેલા વિલાયતથી પસાર થઈ આવ્યા એટલું જ. વિલાયતમાં તે પણ દાદાભાઈ વગેરેને મળેલા, તેમ જ ઝીણા સાહેબે પણ ત્યાંથી દેશકામના પાઠ લીધેલા.
દેશ પાછા આવી ઝીણાસાહેબ બારિસ્ટરીમાં પડયા. અને બીજી બાજુથી રાજકારણમાં પણ ભાગ લેતા, તે કૉંગ્રેસમાં જોડાયા. ગાખલેજી જોડે કાઉન્સિલ બહાર અને અંદર કામ કર્યું. ટિળક મહારાજના સંપર્કમાં પણ તે આવ્યા. કદાચ એમનું રાજકારણ ઝીણાને વધુ ગમતું હાય. કાયદાબાજીનું બંધારણવાદી રાજકારણ તે એમને ફાવે અને ગમે, એ ઉઘાડું છે.
પરંતુ ૧૯૧૫ બાદ ગાંધીજી આવ્યા. તેમની નીતિરીતિ ઝીણાસાહેબને ાગ્યે જ Àાઠી, એમ લાગે છે. હેામરૂલ લીગમાં ગાંધીજી રસ લેવા લાગ્યા ત્યાંથી જ એ જણાઈ આવે છે. સવાલ એ છે કે, ઝીણાને ગાંધીજીનું કઠણ રાજકારણ શાથી ન ગમ્યું? શું એ મૉડરેટ જેવા ‘આર્મ-ચૅર રાજકારણી હતા તેથી? એમ નથી લાગતું અનુમાન તે। એવું જાય છે કે, તેમને એ પ્રકૃતિથી જ ન ગમ્યું. કદાચ એમના જેવા અતિમાની માણસને ગાંધીજીની દેારવણી સ્વીકારવાનું જ મૂળે ન રુચ્યું. કદાચ, કેટલાક કહે છે એમ, તેમને લાગ્યું કે, આમાં તે કેવળ હિંદુરાજ થઈ જશે. આ બાબતમાં કોઈ નિશ્ચય પર આવવું અઘરું છે, ક્રેમ કે એને માટે જોઈતી સામગ્રી નથી, ઝીણાસાહેબ પેાતે કે તેમને કોઈ બૉસ્વેલ જેવા અંતેવાસી આ તે કહી શકે. અસ્તુ.
આ પછી ઝીણાસાહેબ કાઁગ્રેસથી અળગા થયા તે થયા. એ અંતર વધતું જ ગયું – વધારાતું જ ગયું. ગાંધીજી જેવા પણ એ ઓછું કરી ન શકયા. ૧૯૨૦-૩૦ સુધી જે ઝીણા રાષ્ટ્રીયતા અને કોમી એકતાના મેટા સ્તંભ મનાતા, તે આ વરસો બાદ હડહડતા અને કટ્ટર કોમવાદી બની ગયા ! આ મેટ માનસફેર ઘણાને માટે એક કોયડો જ છે.
આમ થયા તા થયા, પણ તે પેાતાના ઇરાદેા પાર પાડવાને માટે અંગ્રેજ રાજનીતિને મદદગાર બનવા સુધી પણ ગયા. ચર્ચિલે મુસ્લિમ લીગની આ નીતિમાં પોતાની સામ્રાજ્ય-રક્ષા જોઈ. આથી એણે આ વિખવાદને ઢાલ આપી.
આ આશ્રય નીચે મુસ્લિમ લીગે પણ પોતાની નીતિ ફેરવી, ઝીણાસાહેબે જાહેર કર્યું કે, હરે લીગ સક્રિય પગલાં લેવાની નીતિથી ચાલશે. આ સક્રિય પગલાં એટલે કોમી હુલ્લડો અને અશાંતિ, એમ જ થઈ રહ્યું. અંગ્રેજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org