________________
એક ઝલક સૂચના આપી હતી કે, મારા હાથ બહાર ખુલ્લા રાખીને મને દફન કરવા લઈ જ, જેથી જગત જાણે કે છેવટ હું ખાલી હાથે જ જાઉં છું. જો કાંઈ જોડે જતું હોય તે તેનું કર્યું-કારવ્યું પાપપુણ્ય જ ગયું. મહમદઅલી ઝીણાએ પાકિસ્તાન લીધુ. પણ ખાલી હાથે જ ગયા. જે કાંઈ રહ્યું તે એમના કાર્યનાં ફળ લણવાનું. આ કેવાં હશે તે હવે પછીને ઇતિહાસ કહેશે. - કહેવાય છે કે, મરનારનું માઠું ન બોલવું. વાત સાચી છે. પાકિસ્તાનને જન્મ એક રીતે જોતાં કાંઈ ઝીણાસાહેબનું વૈયક્તિક કાર્ય નથી. ઇતિહાસમાં મોટામોટા પુરુષો પણ અમુક ભાગ ભજવે છે. આ ભાગ ભવ્ય હોય છે; મહા પ્રભાવ પાડનારો હોય છે. છતાં તે આખા ઈતિહાસકાર્યને એક – ભવે મોટો માને, છતાં –– એક અંશ હોય છે. આનો ક્યાસ કરવો જોઈએ છે.
જ0 ઝીણાને મેં ૧૯૧૭-૧૮ના જમાનામાં જોયા જાણ્યા છે. તેમની માનમાં ઊભો કરેલો ઝીણા-હૉલ આજેય એ દિવસોની યાદ આપે છે. એમની નીડર વકીલાત અને કુશાગ્ર બુદ્ધિ વિરલ છે. અને એમની રાજદ્વારી કુનેહ તથા આટાપાટા ખાવા તથા ખેલવાની બહાદુરી માન મુકાવે એવી વસ્તુઓ છે. તેથી શરૂમાં મેં કહેલી વિદ્યાર્થી સભામાં એમ કહેલું કે, ચીંચલ ઝીણા જેવા શક્તિસંપન્ન પુરુષે હિંદ સ્વરાજની સેવામાં પાકો, એવી હું તે મનથી પ્રાર્થના કરનાર માણસ છું.
એમની ભાવના ભૂલભરેલી હશે, પરંતુ એમની શક્તિ અને પોતાને પ્રિય વસ્તુ માટૅની વફાદારી એ ભારે ગુણો છે. એ વાત ખરી કે, આવી શક્તિઓ બેધારી તલવાર જેવી છે. આમેય કામ દે અને તેમેય કામ દે. તેથી કરીને આ શક્તિની સાથે સાચા આદર્શની શુદ્ધ દષ્ટિ પણ જોઈએ. તે વગર જગતને હિટલર અને મુસોલિની જ મળે.
આ વસ્તુને વિચાર કરીએ છીએ ત્યારે પાકિસ્તાન અને તેના નિર્માતાનું જીવન અને કાર્ય વ્યક્તિગત વસ્તુ મટ ઇતિહાસનું એક પ્રકરણ બને છે. - કયાંક વાંચ્યું છે કે, ઝીણા સાહેબના વડવા કાઠિયાવાડના લોહાણા હતા અને ત્રણેક પેઢી પરના એમના વડવા ખોજા મુસલમાન થયેલા. તેમના પિતા કરાંચીમાં વેપારી હતા અને ઠીક કમાતા હતા. ઝીણાને જન્મ ત્યાં ઈ. સ. ૧૮૭૬માં થયો હતો. કરાંચી માટેનો તેમને પ્રેમ આમાંથી હોય.
તેમણે ત્યાં મદરેસામાં અભ્યાસ કર્યો અને પછી ત્યાંની મિશન સ્કૂલમાં ગયો. તે યુનિવર્સિટીમાં ગયા લાગતા નથી, પણ ૧૮૯૨ માં તે વિલાયત જઈ બૅરિરટર થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org