________________
૧૦૦
એક ઝલક રાજમાં હિંદના મુસલમાનોએ તેમના રાજકારણમાં હુદડને એક રાજદ્વારી શસ્ત્ર સાધનની અદાથી વાપ, એવો વાદ કરનારા પણ કેટલાક છે.
આ બધા દુ:ખદ પલટાઓ અને પ્રસંગમાં પડવાની જરૂર નથી. એમાંથી અંતે પાકિસ્તાન નીપજયું. આથી મુસલમાને એક વાર તે રાજી થયા; પણ એમાંથી અત્યારે તો બધે દુ:ખ, ત્રાસ અને પીડા જ નીપજ્યાં છે. તે કોઈના ભલાને માટે નથી એમ જે કહેવાતું, તે હજી સુધી તે સાચું પડવું લાગે છે. પરંતુ આજે પાકિસ્તાન હકીકત છે. તે છે તેવું લઈને જ આગળ ચાલવું જોઈએ. આથી હિંદને કમી પ્રશ્ન ઉકલ્યો નથી; કે તેથી પાકિસ્તાનનો કમી પ્રશ્ન પણ ઊકલ્યો નથી. છતાં તેમાં મુસલમાનોને સમાધાન લેવું જોઈએ, કેમ કે તેમને જોઈતું મળ્યું છે. હિંદ પણ એમ માનીને ચાલે છે.
ઝીણાસાહેબની દફનકિયા પ્રસંગે પાકિસ્તાનના વડા મૌલાના શબીર અહમદ ઉસ્માનીએ પાકિસ્તાનના આ કાર્યને ઉદ્દેશીને કહ્યું કે, “ઔરંગઝેબના જમાનાની ઇસ્લામની ઇજજત એમણે પાછી આણી; આ દેશના મુસલમાનોને માટે એમણે જે કર્યું છે તેને માટે તેઓ અહેસાનમંદ રહેશે.”
ઝીણાસાહેબની કારકિર્દીની સરખામણી ઔરંગઝેબ જોડે કરવાનું મૌલાનાને સૂઝવું એ એક રીતે સૂચક છે. ઇતિહાસપટ પર નજર જતાં મને થયું કે, પાકિસ્તાનવાદનો નતુ ઇતિહાસમાં જો હોય, તો ઔરંગઝેબ, સર સૈયદ અહમદ, અને ઝીણા એ ત્રણ પરાક્રમી મુસલમાનેને સાથે વિચાર કરવા જેવો છે.
ઔરંગઝેબે હિંદની કેમી એકતાની નીતિને ઊંધી વાળી અને શરિયતરાજય સ્થાપવા તાક્યું. પરિણામ એ આવ્યું કે, હિંદમાં વિખવાદ પેદા થયો, દેશ છિન્નભિન્ન થય; શીખે અને મરાઠાઓ તથા રહ્યાસહ્યા છૂટક નવા કે ઈ એક હકૂમતમાં રહ્યા નહિ; ન મરાઠાઓ તે સ્થાપી શક્યા. ૧૮૫૭માં ઔરંગઝેબને વંશજ છેવટે દિલ્હીની ગાદીએથી ગયો. અંગ્રેજો રાજા બન્યા. - અંગ્રેજોએ દેશના મુસલમાન પર કડક નજર રાખી. તેઓને દાબવા કડક હાથે કામ લેવાયું. આ નીતિને ફેરવવા માટે, મુસલમાને એને પાત્ર બેવફા નથી એમ બતાવવા સર સૌયદ અહમદે તનતોડ મહેનત કરી. બીજી બાજુથી નવી અંગ્રેજી કેળવણી મુસલમાનામાં દાખલ કરવા તે મધ્યા. પણ એમણે એક ભૂલ કરી : હિંદુ મુસલમાન એક છે એમ માનતા છતાં, તેમણે મુસલમાનોને કોંગ્રેસથી અલગ રાખવા પ્રયત્ન કર્યો. અને દલીલ એ કરી કે, મુસલમાનો પછાત છે તે હિંદુએ સરખા થાય ત્યારે કોંગ્રેસમાં જાય એ ઠીક છે. ઊલટું કરવું તે એમ જોઈતું હતું કે, પછાત લેવાથી સાથે રહે , કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org