________________
મૌલાના સાહેબ મૌલાના અબુલ કલામ આઝાદ દિલ્હીમાં હૃદયરોગની બીમારીથી ગયે મહિને (ફેબ્રુઆરી ૧૯૫૮) ગુજરી ગયા. અલ્લા એમને જિન્નતની શાંતિ આપે.
આખા દેશે આને માટે ઊંડે શોક પાળે. પાકિસ્તાનમાં પણ સારી સહાનુભૂતિની ભાવના પ્રગટી. સૌને લાગ્યું કે, આઝાદીની લડતના યુગના ભે ધીમે ધીમે ખરતા જાય છે.
આમ જોતાં, એ લડતના સ્તંભરૂપ અનેક ભડવીરો ૧૯૪૭ અગાઉ પણ ગયા છે. એમની વાત નથી કરતા. ૧૯૪૭નું આઝાદીના ઉદયનું શુભ ચોઘડિયું જોવાનું સદ્ભાગ્ય ધરાવતા અને સ્વરાજ-સ્થાપનામાં પણ અડીખમ ઊભા રહીને મધ્યે જ જનારા સ્તની વાત કરું છું.
મૌલાના સાહેબ એવા એક સ્તંભ હતા. આ કેવળ સ્તુતિની પરિભાષા નથી; ખરેખર તે આઝાદીની લડતના એક અતિ વિરલ સ્તંભ હતા.
હિંદમાં આઝાદીની લડતની ઇમારત ગાંધીજીએ ઊભી કરી. તેને માટે યોગ્ય સાથીઓ એમણે દેશમાંથી વીણ્યા, સંઘર્યા તથા કેળવ્યા અને એ ઇમારતને મજબૂત બનાવી.
ઈ. સ. ૧૯૧૭થી એની શરૂઆત થઈ એમ માનીએ, તે આજે તેને પૂરાં ૪૦ વરસ થયાં. એ ઇતિહાસ પરથી કાંઈક કયાસ બાંધીને વાત કરવા માટે આ મુદન ઓછી ન કહેવાય.
એ દૃષ્ટિએ ઉપર મેં કહ્યું કે, આ યુગમાંના એક સ્તંભરૂપ મૌલાના સાહેબ બન્યા હતા. અને એમાં એમની ભારે અને અનેખી તારીફ રહેલી છે.
પહેલા ગયા સરદાર સાહેબ. તે પણ એવા જ અર્થમાં સ્તંભરૂપ હતા. હવે મૌલાનાને વારો આવ્યો. વિદાયને વારો તે હરેક માટે નક્કી આવશે જ. પરંતુ પ્રજાના મન પર તેને ઘસરકા પડયા વગર કેમ રહે
બહુ વહેલેથી ગાંધીજીએ જોઈ લીધું હતું કે, આંતરિક ફટથી હિંદની પ્રજા, - છતી શક્તિએ ! – ગુલામ બની છે. માટે તેને ઉપાય એકતાની સાધના છે. તેમાં કોમી એકતા મોટી બાબત છે. તેથી તે મુસલમાન સાથીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org