________________
કાયદે આઝમ ઝીણા
૧૮૧ જેથી પછાત ને પછાત જ ન રહેવાય. પણ કદાચ એમને એમાં માનભંગ લાગ્યો. અથવા કદાચ આંબેડકરે હરિજને માટે અલગતા ચાહેલી, તે જ ન્યાયે સર સૈયદ પણ ચાલ્યા હશે.
કાંઈક આવું જ ઝીણાસાહેબનેય ૧૯૨૦ બાદની કોંગ્રેસમાં જવામાં લાગ્યું. પિતાની રાજદ્વારી કુનેહની આબાદ શક્તિથી, અને અંગ્રેજોની ગરજને પૂરો લાગ જોઈ, તેમણે પોતાનું જુદું રાજકેન્દ્ર મુસ્લિમ લીગ ઊભું કર્યું. દેશમાં સાચી કોમી એકતાના અભાવથી આમાં તે ફાવ્યા. અને એમ તેમણે મુસલમાનોનું આગવું જ રાજ્ય મેળવી પેલી પછાત દશા દૂર થશે એમ માન્યું. એમાંથી શું થાય છે એ તો હવે ભાવી બતાવે તે ખરું.
આમ આ ત્રણે પુરુષની ભૂલમાં એક અમુક જાતનું સરખાપણું લાગે છે. પણ લાંબી નજરે જોતાં, આ ત્રણે જણે મળીને હિંદની એકતા અને સ્વતંત્રતામાં પ્રતિગામી કામ જ કર્યું, એમ કહેવું પડે છે. હિંદના ઈતિહાસમાં ઈસ્લામનું આગમન એક બખેડાનું ઘર બન્યું હતું, તેને શમાવીને એક ઉમદા સંસ્કૃતિ જન્માવવાના પુણ્ય કામના ગણેશ બેઠા હતા. તેમાં આ પુરુષોનું કામ લોકોના મનમાં લઘુતા, દ્વેષ અને હિંસા પ્રેરનારું છેવટે બન્યું. તેથી હિંદની સંસ્કૃતિની આગેકૂચ અટકી પડી.
ગાંધીજીના નેતૃત્વની જો સાચી કિંમતે હેય, તે એમાં છે કે, એ મહા-સંસ્કૃતિ-યાત્રાને જગજૂને તાર સાંધી આપ્યો. જ0 ઝીણાએ એમાં બ્રેક મારીને પણ આપણને જાગ્રત કરી સાવચેત કરવા દ્વારા સેવા જ કરી છે. એમણે આપણા સમાજશરીરની નબળાઈને જોરે નામના મેળવી, એ એમની વ્યક્તિગત કીર્તિનું કામ હમેશ યાદ રહેવાનું. પણ એ મારફતે આપણને આપણી ખરી દશા પણ બતાવી. પ્રગતિ કરવા માટે બ્રેક પણ કામ દેનારી કળ છે.
ઝીણાસાહેબે મુસલમાનોને પાકિસ્તાન આપ્યું છે, તે રીતે કૃતકૃત્ય થયા. હવે મુસલમાને એમને વારસે શોભાવી શકે છે. તે વખતે કાયદે આઝમ તેમને દોરનાર નથી એ ખરું. પણ હવે તેમને છેલ્લા દોઢ દાયકાનું વિશેષ રાજકારણ નથી ચલાવવાનું. તેમણે નવું પાનું શરૂ કરવાનું છે. તે તેઓ શરૂ કરે એમાં કાયદે-આઝમના આત્માને પણ શાંતિ અને ખુશી હોઈ શકે છે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.
[૨૩–૯–૪૮] નિવાપાંજલિ'માંથી]
મગનભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org