________________
૧૨૯
પ્રા. હેરાલ્ડ લાસ્ટી
વિશેષતા એ છે કે, પ્રો. લાકીએ પોતાની રીતે ગાંધીજીના સત્યાગ્રહ જેવી વસ્તુને રાજકારણમાં પ્રમાણી છે. તે કહે છે કે, પ્રગતિને માટે કાનૂનભંગ પણ અમુક પ્રસંગે વિહિત છે; નહિ તો માનવસમાજ ગુલામ કે જડ બની જાય. પેાતાના ‘ડેન્જર્સ ઑફ બિડિયન્સ' ગ્રંથમાં તે કહે ઇં:
..
“આપણે સમુદાયમાં રહીએ છીએ એટલે ખાસ પુરુષાર્થ વગર વૈયક્તિક મુક્તિની ખાતરી ન રાખી શકાય. આપણે ફરજ બજાવીએ તે કોઈ પણ વાતને તપાસીને, નહિ કે તેને વશ થઈને; તેના સત્યને માટે આગ્રહ રાખીને, નહિ કે સૌની એકરૂપતા સધાય એ ઉત્સાહથી. સામાન્ય જનતાના જીવનમાં પેાતાનું જીવન ભેળવી દઈ આપણું વ્યક્તિત્વ ગુમાવવું અને અંતરમાં પેાતાને કિંમત વિનાનાં નમાલાં લાગે એવાં પ્રમાણ સ્વીકારવાં, – એમ કરવાનેા હક, એક સ્વતંત્ર આધ્યાત્મિક વ્યક્તિ તરીકે, આપણને કદી ન મળી શકે. ... નીતિમય ગણાવાના હકવાળું આજ્ઞાપાલનમાત્ર એક વાત પર આધાર રાખે છે કે, જે હેતુ આપણી સામે હોય તેમાં આપણે જ્ઞાનપૂર્વક સંમત હોઈએ. તે સિવાયનું બીજું કઈ પણ આજ્ઞાપાલન આત્મવંચના જ છે; અને જ્યારે આપણને પ્રતીત થતું સત્ય જતું કરીએ છીએ, ત્યારે તે પંચનાથી આપણે સંસ્કૃતિના ભવિષ્યને પણ દગા દઈએ છેએ....
*
""
આ એમને વિચાર તેમણે પેાતાના જીવનમાં અમલમાં પણ મૂકી બતાવ્યા હતા. જેમ કે, પેાતાની શરૂની કારકિર્દીમાં પ્રે. લાસ્કી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં હતા, ત્યાં અમુક તાત્ત્વિક વિચારભેદ થતાં તેમણે તે સંસ્થા છાડ, પણ પોતે જેને અસત્ય માર્યુ તેની આગળ માથું ન નમાવ્યું.
વિચારમાં તે ઉદાર સમાજવાદી હતા. શરૂમાં તે લિબરલ મતના રાજકારણી હતા; પરંતુ ધીમે ધીમે તે સમાજવાદ તરફ ઢળ્યા અને વિલાયતના મજૂરપક્ષમાં જોડાયા. ઈ. સ. ૧૯૪૫માં મજૂરપક્ષ સત્તા પર આવેલા ત્યારે તે એ પક્ષના પ્રમુખ પણ ચૂંટાયા હતા. પક્ષના નેતાવર્ગમાં એમનું માન ભારે હતું. આમ, તે કેવળ પોથીપંડિત નહેાતા, પણ વિદ્યા દ્વારા સેવા કરનારા વિદ્વાન અને જાગ્રત નાગરિક હતા. રાજકારણની વિદ્યાને એમના જવાથી જબરી ખેાટ પડી; એ હવે તે એમને અક્ષરદેહ જ ભાંગી શકે.
૯-૪-૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org