________________
૧૨
એક ઝલક શો માનવ-જગતમાં સુખ અને સુલેહશાંતિ ચાહતા અને તેની સેવામાં આજીવન પિતાની સાહિત્યશક્તિ ખરચીને ગુજર્યા. એવાના આત્માને શાંતિ જ હોય છે. ૨૨-૧૧-'૫૦
શ્રી. ઠક્કરબા મા કેટલાક વખતથી શ્રી. ઠક્કરબાપા માંદા હતા. તેમાંથી શુક્રવાર તા. ૧૯મીએ રાતે તેમને સ્વર્ગવાસ થયો.
આપણે માટે શુક્રવાર છેલ્લાં ત્રણ વરસથી ભારે લાગે છે. એ જ વારે બાપુ ને સરદાર ગયા, અને હવે બાપા જાય છે. આપણી પેઢીના આ ત્રણ મહાપુરુષો હતા. એમના સમકાલીન તરીકે આપણે નિર્દોષ ગૌરવ લેવા જેવી એ વાત છે.
ત્રણે સ્વભાવ અને સાધનામાં જુદા, છતાં જીવનભરના સાથી હતા અને પોતાની પ્રતિભા પોતપોતાની રીતે છતાં દેશના એક જ કામમાં તેઓએ અર્પ. એમાં બાપાનું કામ નેખું પડતું હતું; સરદારનું કામ નોખું પડતું હતું. બંનેને ત્રિવેણી સંગમ બાપુના કામમાં થતો હતો. - ઈ. સ. ૧૯૧૪માં બાપા ગોખલેજીની હિંદ સેવક સમાજમાં જોડાયા; અને અંત સુધી તેના સભ્ય રહ્યા. છતાં ગાંધીજીના ગુજરાતની જોડે તે બરોબર રહ્યા.
એમનું કાર્યક્ષેત્ર દલિત, અપમાનિત કે ઉપેક્ષિત એવી કેમની સેવાનું હતું. એ ક્ષેત્ર એમણે અપનાવ્યું. એની કદર રાષ્ટ્ર સ્વર્વત્ર થયું ત્યારે બરોબર થઈ. બંધારણસભાને આદિવાસીનું ને હરિજનનું કામ થાળે પાડવામાં એમની અમૂલ્ય સેવા કામ આવી.
આ કોમને આવા પવિત્ર, આવા દીક્ષિત, આવા અડગ અને નિષ્કામ સેવક બીજા નથી મળ્યા. એમને વારસો બાપાના પુત્રો જેવા પરીક્ષિતલાલ અને એમના જેવા સેવકેએ સંભાળવો જોઈએ. બાપાની અભ્યાસી વૃત્તિ વિદ્યાર્થીઓએ પાઠ લેવા જેવી હતી. એ રીતે બાપા રાષ્ટ્રના જીવનમાં અમર રહે. ૨૧-૧-'૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org