________________
મૅડમ મોન્ટેસરી
૮૧ વરસની પાકી ઉમરે યુરોપનાં આ મહાન કેળવણીકારે થોડા દહાડા ઉપર દેહ છોડ્યો. છેવટ સુધી એ પોતાનું કામ કરતા રહ્યા. આટલી બધી કાર્યશક્તિ એમના અમર દેશમાંથી એમને મળતી હતી. જીવવું એટલે કેળવવું અને કેળવાવું, એ એમની ધગશ હતી.
યુદ્ધ દરમ્યાન તે હિંદમાં નજરકેદ હતાં, કેમ કે હિંદ અને એમનું વતન ઇટાલી ગયા યુદ્ધમાં સામસામે હતાં. છતાં તેમને સરકારે બાળશિક્ષણના વર્ગો લેવા પૂરી છૂટ આપી હતી. તે એક વર્ગ તેમણે અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં લીધે, તે અત્યારે યાદ આવે છે. ત્યારની બાળમાનસની એમની ચર્ચા સાંભળવી એ એક લહાવો જ હતે.
યુરોપની કેળવણીના ઇતિહાસમાં વ્યક્તિ-સ્વાતંત્રયને યુગ પહેલા વિશ્વયુદ્ધ પછી બેઠો, એમ કહી શકાય. મેડમ તેનાં એક મહા ધુરંધર સમાં હતાં. તે જ યુગમાં હિંદમાં બે પુરુષો પણ પોતાની રીતે આ જ સંદેશો આપી રહ્યા હતા – ગાંધીજી અને ટાગોર, - ટાગોરે રાષ્ટ્રપૂજા સામે ચેતવ્યા, અને માનવતાને ધર્મ આગળ કર્યો. ગાંધ એ માનવતાની વિશાળ ભૂમિકામાં છતાં રાષ્ટ્રની સ્વતંત્રતા કેમ કરતાં માનવતાના જ બળે મેળવી શકાય, એ કેળવણી આદરી. મેડમ મોન્ટેસોરીએ પિતાના કેળવણીકાર્યને રાષ્ટ્ર કે રાજકારણી અલગ રીતે ભાળ્યું અને દેશદેશાવર જઈ, બાળક એ દેવ છે એમ પિછાને ને તેને સંભાળે, એ મંત્ર આપ્યું. આજે આપણે જોઈએ છીએ કે, બાળક એક માનવબાળ છે અને તેની સ્વતંત્રતા એક વસ્તુ છે; પણ તે ઉપરાંત આપણે અનુભવે સમજયા છીએ કે, તે સમાજ-બાળ પણ છે અને તેની સ્વતંત્રતા સાચા વિનિગનું અધિષ્ઠાન છેવટે જઈને સમાજ છે, એ પણ ખરું છે. અને
જેટલે અંશે કેળવણી એ એક સામાજિક પ્રક્રિયા છે, તેટલે અંશે આ બીજો વિચાર વધુ ધ્યાનને પાત્ર બને છે.
મૅડમ મૉન્ટેસોરીએ માનવ-બાળનાં સાવ શરૂનાં વરસો કેટલી બધી કેળવણીથી ભરપૂર છે, તે જોયું, જાણું અને જગતને જણાવ્યું. એ દર્શનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org