________________
ભારતના શિરછત્ર
૧૪૧ એમના જેવા પુરુષોની જ્યારે ખૂબ જરૂર છે, ત્યારે તે ગયા. પણ ટિળક મહારાજ પેઠે એમને ખાતરી હતી કે, હિંદમાતાની કુખેથી જોઈતા નરવીરો મળ્યા જ કરશે. એવા આપણે સૌ બનવા મથીને આ વીર દેશભક્તનું તર્પણ કરી શકીએ. તેઓ તો અત્યારે એમના મહાદેવ અને બાબાપુની પાસે, જેમ જેલમાં જોડે હતા તેમ, અનંતતાની કેદમાં પહોંચી ગયા હશે. અને ત્યાં રહ્યા એમેય કદાચ તે પૂછતા હોય, “કેટમાં તમે દુનિયા પર રહેલા છે કે અમે?” એમનો જીવન-પાઠ યાદ કરીએ તે સરદાર સદાય આપણી પાસે જ છે. એ પાઠ આપીને સરદાર અમર થયા છે. [૨૬-૧૨-૨૦]
ગયા માસની ૧૫ મી તારીખે દેશે સરદારશ્રીની પહેલી જયંતી ઊજવી. એ વખતે સરદારશ્રીનું દેશ પર કેટલું ત્રણ છે કે, આજના સંજોગોની ભૂમિકામાં, વિશેષ સમજાય છે. દેશને હવાલે અંગ્રેજોએ કોંગ્રેસને સોંપ્યો. કોંગ્રેસે સર્વ પક્ષોમાંથી લાયક વ્યકિતઓને મદદમાં લઈ, દેશનું બંધારણ ઘડવા સભા રચી. અને પ્રજાના વતી જે સુપરત તેને મળી હતી, તેને બંધારણીય સ્વરૂપ આપવાનું કામ શરૂ કર્યું. આ કામ કરવા માટેની પૂર્વતૈયારી કરવાનું મહાભારત કામ સરદારને શિરે આવ્યું.
પાકિસ્તાન હિંદુસ્તાન વચ્ચે હિંદની વહેંચણી કરવાનું કામ વરસો ખાય એવું ગણાય, તે સરદારે એમની અજબ વ્યવહાર-દક્ષતા અને તોડ કાઢવાની કુશાગ્ર કાર્યશક્તિથી થોડા માસમાં ઉકેલ્યું. એ એક કામને કેટલો બધો હૈયાબળાપ અને અજંપો આજ હોત? તે એમણે ખરે વખતે પરવારી લઈને દૂર કર્યો. એ કામને માટે આજે વાતાવરણ નથી.
તેવું જ બીજું કામ સિવિલ સર્વિસ વિશે ઉકેલનું છે. ગોરાઓ વિદાય થયા. તેની સાથે દેશને જવાબદાર સિવિલ સર્વિસ ઊભી કરી એટલું જ નહીં, કસાયેલ જૂના હજારો નોકરે જવા છતાં તંત્રને તુટવા ન દીધું અને નવાને ગોઠવી દીધા. આ કામનાં મીઠાં ફળ અજાણપણે પણ દેશે સારી રીતે ચાખ્યાં છે.
તેવું જ કામ લઘુમતીઓ અને દેશી રાજાઓનું હતું. અંગ્રેજી રાજ આ સવાલની મારફતે દેશને ગૂંચવ્યો હતો અને કબજે રાખ્યો હતો. એ સવાલને સમૂળગો છેદ ઉડાડી એકચક્રે દેશનું સંગઠન કરી આપવાનો આખો યશ સરદારશ્રીને જાય છે. તે વખતે આ ઉકેલને માટે યોગ્ય વાતાવરણ હતું. તેને એ કાબેલ પુરુષે પૂરો લાભ લીધે, અને પિતાની અદ્વિતીય પ્રતિભાથી એને ઉકેલ જી આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org