________________
પાંડીચેરીના યોગીરાજ મહામૂલી ભેટ માટે અધ્યાત્મ-જગત એમને હમેશ યાદ કરશે. આ ગ્રંથાએ અને એમાં પડેલો અધ્યાત્મ-અનુભવબિંદુઓએ જગતના અનેક સાધકનાં ધ્યાન ખેંચ્યાં. એમ હિંદની નામના જગતમાં થઈ. તેથી પણ જગતની નજરે હિંદ ઊંચું આવ્યું. આ શ્રી અરવિંદની સેવા નાનીસૂની ન ગણાય.
એમનું અધ્યાત્મદર્શન યોગના વિજ્ઞાનવાદ તરફની વધુ ઝીણવટભર્યું હતું. ધ્યાનયોગી ચિત્ત-વિજ્ઞાનને સહેજે પામી જાય છે. ચિત્તનાં જુદાં જુદાં અંગો અને તેના સંશોધનની પાયરીનું એક શાસ્ત્ર જ જાણે એ નિર્માણ કરે છે. એ બધાથી પર રહેલા એવા આત્મતત્વની શક્તિ તેની નીચલી પાયરીઓમાં ઉતારવી, જેથી જગતમાં દિવ્ય જીવનને અપૂર્વ સંચાર થાય, એમ શ્રી અરવિંદની યોગસાધનાની નેમ હતી. એમ એ સંચાર થાય છે તે જગત એકદમ પલટો ખાય, એમ એની પાછળ કલ્પના હતી.
આમાંથી કાંઈક ગૂઢ અધ્યાત્મશક્તિસંચારવાદને ચમત્કારી સિદ્ધાંત તેમના કેટલાક અનુયાયીઓમાં સમજાયેલ જોવા મળે છે. થિયોસૉફીમાં એક આવા ગૂઢ સંચારનું તત્વ જોવા મળે છે, તેવું કાંઈક શ્રી અરવિંદના તત્વજ્ઞાન અગે પણ જન્મેલું જણાય છે. આ શું હશે, એ તો તેમાં પડેલા જાણે. પરંતુ ગૂઢવાદના ઓઠા તળે અનેક આધ્યાત્મિક વહેમ તથા ભ્રમણામાં પડવાની ટેવવાળા આપણે લોકોએ એ સામે સાવધ રહેવું ઘટે. શ્રી અરવિંદ પાછળ અમુક ગુરૂવાદ ઊભો થયો છે, તેથી આ પ્રકારની સાવધાનીની ખાસ જરૂર ગણાય.
અવતારી પુરૂષ જગતમાં આવે જ છે. દરેક પુરુષમાં અવતારતત્ત્વ આમ તો રહેલું જ છે. પણ જ્યાં કાંઈ વિશેષ વિભૂતિ, શ્રીમત્તા, ઊજિાતા (જઓ ગીતા ૧૦-૪૧) પ્રગટેલી જણાય છે, ત્યાં હિંદુ માનસ વિશેષ અવતારભાવ માને છે અને ત્યાં ઈશ્વરભાવ આપે છે. પરંતુ આ આત્મલક્ષી ભાવ છે, વસ્તુલક્ષી ભાવ નથી, એ જે યાદ ન રહે, તે અવતારવાદ અને પશે જાગી અદયાત્મને ઢાંકે છે, એ આપણા ધર્મના ઇતિહાસમાંથી જણાય છે. શ્રી અરવિંદ આથી પર ગણાય, પરંતુ એમના અનુયાયીઓએ આ નજરમાં રાખવાનું રહે છે. અસ્તુ,
આજે હિંદ સ્વતંત્ર થયું છે. શ્રી અરવિંદની મૂળ ભાવના આજે અંશન: સિદ્ધ થઈ છે. કોઈ પણ ઉન્નતિના પહેલા પગથિયારૂપ જે સ્વતંત્રતા, તે હિંદે આજે હાંસલ કરી છે. તેમાં પોતાની પ્રતિભાથી પૂરો ફાળો આપીને નિર્વાણ પામેલા આપણા મહાન દેશવાસી અને પરમ સાધક શ્રી અરવિંદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org