________________
- - એક ઝલક આપણી ભાવભરી અંજલિ અપીએ. તેમનું તેજ, તેમને અક્ષર-દેહ હિંદની અધ્યાત્મ મૂડીને વધારવામાં મદદ કરો. એવા પુરૂનું તેજ હથ આપણા અંતરને અજવાળે. ૨૨-૧ર-૧૦, “નિવાંજલિ'માંથી] ' મગનભાઈ દેસાઈ
- ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર
ગુરુદેવે પોતાનાં ૮૦ વર્ષની પૂર્ણાહુતિનું નિવેદત “સંકટગ્રસ્ત સંસ્કૃતિ', એ નામે પ્રસિદ્ધ કર્યું, ત્યારે કલ્પના નહતી કે, આવતે મહિને જ તે આ જગત છોડી જશે.
ગુરુદેવ જેવા મહાપુરુષ સમાધિ લે, તેને શોક ન હોય. આપણે તો ઈશ્વરને ધન્યવાદ ગાઈએ કે, તેણે આટલાં વર્ષ સુધી ગુરુદેવની પ્રસાદી આપણને આપી અને તેમની દ્વારા પિતાને પગામ પહોંચાડ્યો.
જગત દરબારમાં ગુરુદેવ ગુલામ હિંદની મુખાકાંતિ હતા. એમની શોભાએ હિંદ દેશપરદેશમાં – કાવ્ય, કળા અને દર્શન તથા સંસ્કૃતિ અને સાહિત્યના જગત-દરબારમાં – દુરો પામ્યો. હિંદ-આકાશમાં ગુલામી, ગરીબાઈ અને . અપમાન, અવદશાનાં વાદળે આવે અને જાએ; એના અખંડ આત્માનું તેજ તો યથાવતુ. પૂર્વનું જેવું હતું તેવું ને તેવું જ ઝળહળે છે. પતિત પૂર્વ હજી ગુરુપદે જ છે, – આ પ્રતીતિ જગતને તેમણે કરાવી.
એ રાજવી હતા. પણ હિંદના દુ:ખે દુ:ખી થયા; તેના અપમાનમાં પિતાનું અપમાન જોયું; અને આર્ષ દૃષ્ટિથી જગતને સંધ્યું કે, દુઃખ અને અપમાન આપનારની આંતર અધમતા વધારે ભયાનક છે, કેમ કે એમાં માણસાઈનો હ્રાસ છે, પ્રભુની પ્રસાદીરૂપ માનવ-જીવનનું અપમાન છે. ૧૯૧૯માં હિંદને અમૃતસરને ઘા કરનાર સરકારે કવિહૃદયને ઘા કર્યો તેનું એને ભાન નહોતું. તેથી જ “સર'ને બતાબ પાછો લેતા તેને શરમ આવી ! જગત આગળ સરકારને ઉઘાડી પાડવામાં એ કાર્યો મોટો ફાળો આપ્યો છે.
૧૮૫૭ના કાળ પછી હિંદ સ્વરાજની સાધના વ્યાપક બની છે. અગાઉ તે માત્ર લશ્કરી હતી, એ મટી તે સાંસ્કૃતિક અને ધાર્મિક બની. ફરજિયાત નિ:શસ્ત્ર બનેલા હિદે પોતાનાં સંસ્કૃતિ-બળ, પ્રજા-શક્તિ, અને શાંત સંગઠનબળે કરીને અંગ્રેજોના લશ્કરી કેબજાને હીન અને અશક્ય ઠરાવી રદ કરવો જોઈએ એવી સાધને સારુ ધર્મ, સાહિત્ય, સંગીત, કળા અને માનવતાનું તથા રામદેવ અખંડ દર્શન જોઈએ. રાજદ્વારી બળે એ બધાને જેરે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org