________________
એક ઝલક ભાવના ઉત્કટ હતી. એમનું લખેલું કેટલુંય સાહિત્ય આવા સ્વાધ્યાયની પ્રસાદી રૂપે મળ્યું છે.
એમનું મુખ્ય કાર્યક્ષેત્ર અમદાવાદ અને તેમાં પણ મુખ્ય તો તેની મ્યુનિસિપાલિટી હતું. ગાંધીજીની સાથે વિચારો અને યોજનાઓ કરીને એમણે ગર્દાબાદ' ગણાતા અમદાવાદની સ્વચ્છતામાં ઊંચું ધોરણ ઊભું કર્યું; નગરની પુસ્તકાલય પ્રવૃત્તિ, સંગીત- અને કલા- પ્રવૃત્તિને આગળ ધપાવી. આને માટે અમદાવાદ એમનું ઋણી છે.
કોંગ્રેસની લડતો અને તેનાં કાર્યોથી દાક્તર આખા ગુજરાતમાં પણ જાણીતા હતા. જેલનિવાસના તેમના સાથીઓ તો એમના “ભસેના અને કાટેડા”ને ભૂલે એમ નથી.
સાહિત્ય સભા, વિદ્યાસભા જેવી સંસ્થાઓએ એમનાં અપ્રસિદ્ધ લખાણે, ટાંચણ વગેરે પ્રસિદ્ધ કરવા જેવાં ગણાય. મરનારનો શોક તે થાય; પણ દાકતર તે ન કરવાનું કહેતા. પોતાને માટે કોઈ શોક ન કરે, એમ તે એમણે કહી જ રાખ્યું હતું. એમને માટેની શોકસભામાં તે જાતે હાજર હોય તે શું કહે, એ કોક સાહિત્યકારે કલ્પનાચિત્ર રૂપે લખવા જેવું નહિ? દેવલોકમાં ગયા છે ત્યાં પણ દાક્તર જૂના મિત્રો વગેરેને અહીંની કંઈ કંઈ નવાજૂની કહીને હસાવતા હશે, એવી જ કલપનાં જાય છે. અને જો શક્ય હોય તે આપણે અહીં શું કરીએ છીએ તેય નહિ જોતા હોય!
એમને અદમ્ય વિનોદ અને સેવાશીલ દેશપ્રેમ તથા ધર્મનિષ્ઠાનો આપણે માટે મો વારસો એ મૂકતા ગયા છે. ૧૭-૪-૫૦, “નિવાપાંજલિ'માંથી)
મગનભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org