________________
૧૫૩
ડૉ. હરિપ્રસાદ દેસાઈ વિનોદી મિલનસારપણું, ખડતલ મૈત્રીભાવ, અને માથે બેજો જ ન લાગવા દે એવી સરળ મુગ્ધતા પણ રહેલાં જોવા મળે છે.
પરંતુ એ વસ્તુઓમાં એક વસ્તુ મુખ્ય હતી અને તે એ કે, દાક્તર કાંઈક શીખવા માટે, એને એમ મથતા રહીને કાંઈક આગળ વધવા માગતા હતા; અને જીવનમાં તેમની નિષ્ઠા નીતિ, ધર્મ અને સદાચાર પર હતી. એમના સ્વભાવમાં આસ્તિકતા સહેજે રહેલી હતી ઈ. સ. ૧૯૧૫માં ગાંધીજી દેશમાં આવ્યા ત્યારે તે તેમના તરફ સહેજે જે ખેંચાયા, તે આથી જ તેમને અમદાવાદમાં વસાવવામાં આગળ પડીને ભાગ લેનારા થોડાક ત્યારના નવયુવકોમાં ડૉકટર એક હતા. અને ૧૯૩૦માં સ્વરાજ લઈને જ આવું તો પાછો આવું, એ સંકલ્પ કરીને ગાંધીજી દાંડ તરફ ગયા અને દેશને પોતાના જંગમ નિવાસ બનાવ્યો; પછી ૧૯૪૭માં “સ્વરાજ' આવ્યું ત્યારે જૂનો સંકલ્પ યાદ કરાવી પાછા પધારવાનું કહેણ પણ એમણે જ મોકલ્યું હતું.
૧૯૧૫ થી ગાંધીજીનાં કામે તે દાક્તરનાં કામે બન્યાં અને તેમાં એ જીવનના અંત સુધી રહ્યા. એટલું જ નહિ, જ્યાં કયાંય એમને રૂચે એવું કામ દેખાય, ત્યાં તે પિતાથી બનતો સાથ આપવા તત્પર રહેતા, અને તેમાં તે પૂરતા એ જોડાતા. સમગ્રતાની દૃષ્ટિએ જોતાં એ બધાં વિવિધ કામમાં એકરૂપતા કે સંગતતા ન હોય તે પણ તે એની પરવા નહિ કરતા.
૧૯૨૦-૨૧માં વિદ્યાપીઠ સ્થપાયું તેમાં તે જોડાયા અને છેવટ સુધી તેના નિયામક મંડળમાં કામ કર્યું. તે ઉપરાંત અમદાવાદની ડઝનબંધ ને વિવિધ સંસ્થામાં તે કઈ ને કઈ રૂપે જોડાયા હતા.
લલિતકળાએ એમના દિલને વ્યાસંગ હતો; એનું વ્યસન જ હતું એમ કહે. જયાં ત્યાંથી સૌંદર્ય જોવું અને રાચવું એ એમની જાણે પ્રકૃતિ જ હતી. સંકટ, શોક અને ખેદના પ્રસંગમાં અસ્થાને કદાચ લાગે તે પણ વિદ અને દિલની હળવાશનાં બિંદુઓ પકડી પોતાનો અને સાથેના શેક ભુલાવવો, એ એમની કલારસિક નજર અને અદમ્ય વિનોદશક્તિને આભારી હતાં.
તે ચિર-વિદ્યાર્થી હતા. સૂતા પહેલાં રોજ નિયમિત અમુક સ્વાધ્યાય કરવા, અને સવારે ઊઠીને રોજ વ્યાયામ કરે, એમાં તે ભાગ્યે ચૂકતા હશે. સ્વાધ્યાયના વિષયો પણ વિવિધ હોતા. દાક્તર બહુશ્રુત હતો વળી જે વાંચે તેની નોંધ કરી, તેમાંથી નિબંધરૂપે બીજાને પણ આપવાની એમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org