________________
સ્વ. દેસાઈભાઈ નાથાભાઈ પટેલ [શ્રી. વિઠ્ઠલ કન્યા વિદ્યાલયના આચાર્ય અને કેળવણીકાર]
ખેડા જિલ્લાના એક પીઢ અને જૂના કાર્યકર્તા શ્રી. દેસાઈભાઈ નાથાભાઈ પટેલના ઓચિંતા અવસાનની નોંધ લેતાં દુ:ખ થાય છે. સાઠ વર્ષની ઉંમરે, બે જ દિવસતી ટૂંકી માંદગી ભેગવી, તેમણે દેહ છોડ્યો.
તે ઉત્તમ શિક્ષક અને રાષ્ટ્રપ્રેમી કેળવણીકાર હતા. આખી જિંદગી તેમણે રાષ્ટ્રીય શિક્ષણને અપ, તથા દેશની આઝાદીને માટે તેના સૈનિક તરીકે ઝઝુમ્યા. રાષ્ટ્રીય શિક્ષણમાં અસહકારના જમાનાથી તે જોડાયા હતા.
કન્યા-કેળવણીનું ક્ષેત્ર એમને ખાસ પ્રિય હતું. ૧૯૩૬માં નડિયાદ મુકામે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય સ્થપાયું ત્યારથી તેમણે તેના આચાર્યપદે કામ શરૂ કર્યું, અને તેમાં લગભગ છેવટ સુધી રહ્યા.
છેલલાં વરસમાં તેમનું કાર્યક્ષેત્ર ખેડા જિલ્લાનું સ્કૂલ-બોર્ડ પણ હતું; તે તેના વૉરબૅન હતા. તથા ગ્રેજ્યુએટો તરફથી મુંબઈની કાઉન્સિલમાં પણ ચૂંટાયા હતા.
તેમના જવાથી ગુજરાતે એક પીઢ અને નિષ્ઠાવાન સેવક તથા સાચે દેશભક્ત અને અનેક સેવકોએ એક મમતાળુ મિત્ર અને સાથી ખેલે છે.
તેમના પરિવારને પ્રભુ આ ફટકે સહન કરવાનું બળ આપે. ૨૦-૧૨-૫૪, “નિવાપાંજલિ'માંથી]
મગનભાઈ દેસાઈ
૫૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org