________________
૧૫૦
એક ઝલક ચરોતરને પિતાનું સેવાક્ષેત્ર બનાવ્યું, તે લગભગ અંતકાળ સુધી. વબેંક ઉપર
જ્યારે શરીર નથી જ ચાલતું એમ જોયું, ત્યારે જ તેમાંથી તે મુક્ત થઈ, આણંદથી પોતાના વતન સેજિત્રા જઈને રહ્યા અને ત્યાં દેવલોક પામ્યા.
ચરોતરમાં તેમનું સેવાક્ષેત્ર એટલે “પાટીદાર' માસિક. એનું મુખ્ય કામ જોકે લેઉવા પાટીદાર નાતના સમાજસુધારાનું હતું; છતાં તેની નજર તેટલી જ અને તે ઉપરથી કોઈ માની લે એવી સંકુચિત નહોતી. નામે
પાટીદાર’ છતાં, તે પત્ર શિક્ષણ, સાહિત્ય, રાજકારણ તથા સમાજકારણ વગેરેના સવાની વ્યાપક દૃષ્ટિએ ચર્ચા કરનારું હતું. તે પત્ર પિતાના ખાસ કામ તરીકે પાટીદાર નાતમાં સામાજિક સુધારા માટે મથતું ખરું, પણ તેમાં તેની દષ્ટિ રાષ્ટ્રના એક અંગ તરીકેની વ્યાપક જ રહેતી.
સમાજસુધારો એટલે મુખ્યત્વે સ્ત્રીપુરુષસંબંધના, ઊંચનીચતા કે લગ્નપ્રથાના પ્રશ્નો. એ વ્યાખ્યા જૂની છતાં આજ સુધી મુખ્ય ચાલુ છે. તેમાં અસ્પૃશ્યતાનિવારણ, પછાત કોમોનો પ્રશ્ન, ગામડાનું સંગઠન ઇ. બાબતો ગાંધીયુગમાં ઉમેરાઈ છે. શ્રી. નરસિહકાકા આ બધામાં પણ પ્રગતિશીલ દૃષ્ટિવાળા અને ઉગ્ર સુધારક હતા.
પરંતુ તેમનું મુખ્ય ક્ષેત્ર હતું. સ્ત્રીપુરુષની સમાનતા, લગ્નપ્રથાના પ્રશ્નો, સ્ત્રી જાતિ પરના અન્યાય સામે ઝુંબેશ. તે સારુ તે કડક થઈને પાટીદારના કુરિવાજોના કિસ્સા પર કટાક્ષ-પ્રહાર કરતા. આ અંગેનો પુણ્યપ્રકોપ તે કલમમાં ઊતરતો રોકી નહિ શકતા. એ એમનાં આગબાણાએ જડરૂઢિને નબળી ન કરી, તેય તેની નઠોરતાને ઉઘાડી તો પાડી જ છે.
લગ્નપ્રથા અંગે એ એવા ઉગ્ર હતા કે, તે અંગે પોતાને અભ્યાસ તેમણે “લગ્નપ્રપંચ' નામે જ બહાર પાડયો છે.
તે પત્રકાર હતા. પણ ઊંડે જઈને જોતાં તે કેળવણીકારના વલણના હતા. સ્ત્રીકેળવણીમાં તેમને ખાસ રસ હતે. આજકાલ તેમાં નૃત્ય અને કલાને નામે જે વરણાગી, આડંબર, શૃંગાર અને મુગ્ધ કામદીપકતા, તથા નરી ગતાનુગતિકતાની અવિચારિતા જોવામાં આવે છે, તે સામે તેમનો આત્મા બહુ કકળતો. તેમાં રાષ્ટ્રના કાચા ધનરૂપ જે યુવા-શક્તિ, તે વિમાર્ગે વેડફાય છે, એમ તેમને લાગતું. એ સામે એમણે હમેશા પોતાની લાલ બત્તી ધરી છે.
એ કહેતા કે, શહેરમાં કલાને નામે અનર્થને આ રોગચાળે ચાલે છે અને તેને ચેપ ગામડાંમાં પણ ઊડે છે; તેનું કાંઈક કરવું જોઈએ. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org